ETV Bharat / state

કાલાવડ તાલુકામાં કિશોરી પર દુષ્કર્મ, પોલીસે પરપ્રાંતિય નરાધમની ઝડપવા તપાસ હાથ ધરી - કિશોરી પર દૂષ્કર્મ

કાલાવડ તાલુકામાં કિશોરી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભોગ બનનાર કિશોરીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેણી ગર્ભવતી બની ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે એક પરપ્રાંતિય શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

્ુ
ુિ
author img

By

Published : Jan 23, 2021, 7:04 AM IST

  • કાલાવડ તાલુકામાં કિશોરી પર દૂષ્કર્મ
  • પરપ્રાંતિય શખ્સ દ્વારા કિશોરી અને પરિવારને પતાવી દેવાની ધમકી
  • કિશોરીને પેટમાં દુ:ખાવો ઉપડતા પ્રકરણ બહાર આવ્યું
  • પોલીસ દ્વારા નરાધમ પરપ્રાંતિય શખ્સની શોધખોળ શરૂ

    જામનગરઃ કાલાવડ તાલુકામાં કિશોરી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ભોગ બનનાર કિશોરીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેણી ગર્ભવતી બની ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે એક પરપ્રાંતિય શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

    કિશોરી પર દૂષ્કર્મ

હાલ કિશોરીની સારવાર જી.જી.હોસ્પિટલમાં ચાલી રહી છે. મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના એક ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા આદિવાસી શ્રમિક પરિવારની 13 વર્ષની કિશોરીને બુધવારે પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનો તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેણીનું પરીક્ષણ કરાતા તબીબોએ તે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. આ ધ્યાને આવતાં તુરંત જ ભોગ બનનાર કિશોરીની માતાને બનાવ અંગેની જાણ કરતા કિશોરીને સમજાવટ કરી વિશેષ પૂછપરછ કરવામાં આવી હતી. તેણીએ પોતાની સાથે પરપ્રાંતિય યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ બનાવ અંગે કોઈને કહેશે તો છરીની અણીએ પોતાને તથા પોતાના પરિવારને પતાવી નાખવાની તે નરાધમે ધમકી આપી હતી, જેથી તે મૌન રહી હતી.

હાલ કિશોરી સારવાર હેઠળ

ત્યારબાદ ભોગ બનનાર કિશોરીની માતાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મહિલા પીએસઆઈ એચ.વી.પટેલ તથા સ્ટાફેે દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે પોક્સો એક્ટની કલમ તેમજ દુષ્કર્મ અંગે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત કિશોરીની જી.જી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમજ પોલીસે પરપ્રાંતિય નરાધમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.