જામનગર: ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદ(President Ramnath Kovind )ગુજરાતમાં જામનગરમાં આવેલા ઇન્ડિયન નવલ શિપ વાલસુરા 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા ( Ramnath Kovind visit Jamnagar)માટે આવી રહ્યા છે. જામનગરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકી તેના પુત્રે અમિત સોલંકીએ બનાવેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ચિત્ર રાષ્ટ્રપતિને ભેટમાં આપશે.
ત્રણ પેઢીથી પેન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા - જામનગરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રણ પેઢીથી પેન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. ભવિષ્યમાં ચિત્રની (Indian Naval Ship Valsura)કળા લુપ્ત ન થાય તે માટે છેલ્લા 15 વર્ષથી ચિત્રના કલાસ પણ ચલાવામાં આવે છે. આગળ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતની કોયલ લતા મંગેશકર, હેમંત કુમાર અને જગજીત સિંહ સહિત અને સેલિબ્રિટીઓના પેઇન્ટિંગ બનાવી તેમને ભેટ કર્યા છે.
આ પણ વાંચોઃ Ramnath Kovind visit Jamnagar:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 માર્ચે જામનગરની મુલાકાતે
રાષ્ટ્રપતિને ચિત્ર ભેટમાં આપશે - તેમજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને(Atal Bihari Vajpayee) પણ તેનું ચિત્ર બનાવી ભેટ કર્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પેઇન્ટિંગની દુકાનની પણ મુલાકાત લીધી હતી. જે યાદગીરી પણ તેમણે સાચવીને રાખી છે. ત્યારે જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નેવલ શિપ વાલસુરા 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે આવી રહ્યા છે. ત્યારે જામનગરના જાણીતા ચિત્રકાર ઇન્દુલાલ બાબુલાલ સોલંકી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિત્ર ભેટમાં આપશે.
આ પણ વાંચોઃ President at Gujarat Assembly: ગુજરાતથી દેશને 2 PM મળ્યા, બંને સાથે મને કામ કરવાની તક મળીઃ રાષ્ટ્રપતિ