ETV Bharat / state

રમેશ ધડુક માં ઉમિયાના દર્શને, પોરબંદરથી વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો - ઉમેદવાર

જામનગર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે, ત્યારે બન્ને રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષો એક પછી એક ઉમેદવારોના નામની યાદી બહાર પાડી રહી છે. એવામાં પોરબંદર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રમેશ ધડુકની પસંદગી કરવામાં આવી છે.

રમેશ ધડુક ઉમિયા માતાજીના દર્શને
author img

By

Published : Apr 1, 2019, 7:24 PM IST

ચૂંટણીના લોકસંપર્કના કાર્યો શરૂ કરતા પહેલા રમેશ ધડુક તેમના ટેકેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સીદસર ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે અને ગધેથડ ગાયત્રી માતાજીના મંદિરે અને લાલદાસ બાપુના આશીર્વાદ મેળવવા ગયા હતા.

રમેશ ધડુક ઉમિયા માતાજીના દર્શને

તે વખતે જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમન સાપરિયા, પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા અને માજી સાંસદ હરીભાઈ પટેલ તેમજ જયરાજસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ રમેશભાઈ ખૂબ જ જંગી બહુમતીથી વિજય થશે, તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

R_GJ_JMR_01_RAMESHBHAI DHADUK_SIDSAR_MANDIR_DARSHAN_31-03-19
સ્લગ : સિદ્સર મંદિર દર્શન લોક્સભા ઉમેદવાર
ફોરમેટ : એવીબીબીબી
રિપોર્ટર : અર્જુન પંડ્યા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બંને રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો એક પછી એક ઉમેદવારોના નામની યાદી બહાર પાડી રહી છે એવામાં પોરબંદર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા રમેશભાઈ ધડુક ની પસંદગી કરવામાં આવી છે.

ચૂંટણીના લોકસંપર્ક ના કાર્યો શરૂ કરતા પહેલા રમેશભાઈ ધડુક તેમના ટેકેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સીદસર ઉમિયા માતાજીના મંદિરે અને ગધેથડ ગાયત્રી માતાજીના મંદિરે અને લાલદાસ બાપુના આશીર્વાદ મેળવવા ગયા હતા. જેમાં જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ સાપરિયા પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા અને માજી સાંસદ હરીભાઈ પટેલ તેમજ જયરાજસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ રમેશભાઈ ખૂબ જ જંગી બહુમતીથી વિજય થશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક એવા હાર્દિક પટેલે પણ ત્યાં સભા કરી હતી તો તેની અસર વિશે પત્રકારોએ ચીમનભાઈ સાપરિયા ને પૂછ્યું ત્યારે ચીમનભાઇ સાપરીયાએ હાર્દિક વિશે જણાવતા ખૂબ જ સરળતાથી કહ્યું હતું કે હાર્દિક પટેલ એ એક વ્યક્તિ જ છે કોઈ એવું નેતૃત્વ નથી કે જેના કારણે કોઈ સમાજ એના તરફી થઈ જાય, જે તે સમયમાં પાટીદાર સમાજ તેની સાથે જોડાયો હતો પરંતુ હવે સમાજને ખબર પડી ગઈ છે કે આ ફક્ત અને ફક્ત કોંગ્રેસના એજન્ટની ભૂમિકા ભજવતો હતો આથી હવે પાટીદાર સમાજ હાર્દિકને નહિ સ્વીકારે.

બાઈટ : રમેશભાઇ ધડુક ( લોક્સભા ઉમેદવાર પોરબંદર )
બાઈટ : ચિમનભાઈ સાપરિયા ( પુર્વ ધારાસભ્ય જામજોધપુર )
બાઈટ : જયેશ રાદડિયા ( કેબિનેટ પ્રધાન )

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.