ETV Bharat / state

ધ્રોલના ભૂચર મોરીમાં 2300 રાજપુતાણીઓએ તલવાર રાસ રમી રચ્યો વર્લ્ડ રેકોર્ડ - વર્લ્ડ રેકોર્ડ

જામનગર: ધ્રોલના ભૂચર મોરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 2300 રાજપુતાણીઓએ તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે.જામનગરના ધ્રોલમાં ભૂચર મોરીના મેદાનમાં ઇતિહાસ રચાયો છે. 2300 જેટલી રાજપૂત મહિલાઓ તલવાર રાસ રમી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.કેન્દ્રીય પ્રધાન વી.કે.સિંહની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત 28 મો ભુચરમોરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 2300 રાજપુતાણી મહિલાઓએ સતત 10 મિનિટ તલવારબાજી કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનો નામ સ્થાપ્યો છે.

2300 રાજપુતાણીઓએ તલવાર રાસ રમી રચ્યો વર્લ્ડ રેકોર્ડ
author img

By

Published : Aug 23, 2019, 8:41 PM IST

જાણીએ ભૂચર મોરીના ઇતિહાસ વિશે

નવાનગરનો જામ યુદ્ધ મેદાનમાંથી સીધો મહેલમાં ગયો અને પોતાના પરિવારને સુરક્ષિત કરી ચૂક્યો હતો. અને ફરીથી સૌરાષ્ટ્રના સૈન્યો અને મુઘલ ફોજ ભૂચર મોરીમાં અથડાયાં હતા. ભૂચર મોરી બહુચરનું મૂળ સ્વરૂપ હોવાનું અને ભૂચર બહુચરનું અપભ્રંશ હોવાનું કહેવાય છે. લોકવાયકાઓમાં કહેવાય છે કે, નવાનગરનો રાજકુમાર અને યુવરાજ અજાજીના લગ્ન હતા. અલબત્ત, ભૂચર મોરીનું યુદ્ધ શ્રાવણ મહિનામાં 15 જુલાઈ 1591માં થયું હતું.યુદ્ધ ચાલુ થતાં જ લોધા ખુમાણ અને જૂનાગઢનો દૌલત ખાન જામ સતાજી અને નવાનગર રાજ્યને દગો કરી મુઘલોની શાહી સેનામાં ભળી ગયા. તેના પણ ઘણાં કારણો હતા.ઉદાહરણ તરીકે ભૂચર મોરીના યુદ્ધના પ્રારંભે જ લોધા ખુમાણે મુઘલોનો એક હાથી છીનવી લીધો હતો.

તે ખુમાણના કબજામાં રહેવાના બદલે જામે પોતાના કબજામાં લઇ લીધો હતો. યુદ્ધ મેદાનમાં વિકટ ઘડીમાં થયેલા આ દગાથી જામ સતાજી નિરાશામાં સરી પડ્યો. તેનો લડવાનો જુસ્સો મરી પરવાર્યો, પણ તેના વઝીર જેસાએ સેનાનો લડવાનો હોંસલો બુલંદ રાખ્યો.

2300 રાજપુતાણીઓએ તલવાર રાસ રમી રચ્યો વર્લ્ડ રેકોર્ડ

બીજી તરફ પિતા જામ સતાજીને રણમેદાનમાંથી પરત ફરેલા જોઈ યુવરાજ અજાજીએ સુકાન સંભાળ્યું, પણ કુશળતા અને વ્યૂહાત્મક રીતે લડતી મુઘલ સેના સામે તેઓ ઝાઝી ઝીંક ઝીલી ન શક્યા. અઝીઝ કોકા, સૈયદ કાસિમ, નવરંગ ખાન અને ગુજર ખાન જેવા મુઘલ લડવૈયાઓ વાવાઝોડાની જેમ ભૂચર મોરીમાં ફરી વળ્યા. યુદ્ધની પ્રગતિ મુઘલો પ્રતિ થતી જોતાં જ નવાનગરના આશ્રયે રહેલો મુઝફ્ફર પણ યુદ્ધ મેદાનમાંથી જીવ બચાવવા નાઠો અને ઠેઠ કચ્છ પહોંચી તેના રાજા ભારમલનો આશરો લીધો. અત્યારે કોકાની પ્રાથમિકતા નવાનગરનો ખાતમો કરવાની હતી.

રાજપૂતો પોતાની પ્રણાલીકા પ્રમાણે ટચૂકડી સેના સાથે પણ વીરતાપૂર્વક લડ્યા હતા.બંને પક્ષે તોપ અને તલવારોનો પુષ્કળ ઉપયોગ થયો. વીરતાપૂર્વક લડતા જામનો પુત્ર અજાજી અને પ્રધાન જસાજી રણમેદાનમાં ખપી ગયા. સેંકડોની સંખ્યામાં નવાનગરના સૈનિકો પણ યુદ્ધમાં માર્યા ગયા હતા.મુઘલોની જીતમાં તેમનો લશ્કરી વ્યૂહ, દારૂગોળો, સૈનિકોની સંખ્યા, વીરતા અને વર્તણૂકે કામ પાર પાડ્યું હતું. જામ અજાજીની શહાદત બાબતે ભૂચર મોરીના શિલાલેખ પર"અજમ લિયો અલન્ઘે લ્યો લાખા સર ઘણી,દંતશૂળ લગ દઈ અંબાડીએ અણીય હર્ણે,સંવત સોળ અડતાલ મૈ શ્રાવણ માસ ઉદાર,જામ અજો સુરપુર ગયા વદ સાતમ બુધવાર"જેવો તેની વીરતાને ગૌરવ બક્ષતો દુહો કોતરાયો છે.

ભૂચર મોરીનો શાસ્ત્રીય ઉપરાંત લોકસાહિત્યનો પણ રોમાંચક ઈતિહાસ છે. સેંકડોની સંખ્યામાં કથાઓ, દુહાઓ અને ગીતો ભૂચર મોરીના યુદ્ધ વિશે રચાયા છે. યુદ્ધમાં ખપી ગયેલા યુવરાજ જામ અજાજીના પત્ની સુરજકુંવર પતિના મૃત્યુ પાછળ સતી થયા તેનો દુહો:"કરુણાવદર સુરજકુંવર મોહ તજે ઘર સોહ મન,સોઈ દે એ સતી અજમાલ સંગ આગ મૈ"

મુઘલયુગમાં ભૂચર મોરીની લડાઈ સૌરાષ્ટ્રમાં થયેલી છેલ્લી પણ ભારે નિર્ણાયક અને સ્પર્ધાત્મક લડત હતી. તેણે તાત્કાલિક અને લાંબાગાળાના ધોરણે અનેક અસરો સર્જી હતી. સૌથી પહેલા તો જામના શરણમાંથી ભાગેલા મુઝફ્ફરશાહ મુઘલોનો મુખ્ય શત્રુ હતો તે કચ્છના રાવના શરણમાં હતો. ત્યાંથી તેને પકડવા અઝીઝ કોકાએ કચ્છ પર ચડાઈ કરવાની ધમકી આપી, પણ ભારમલ એમ જ મુઝફ્ફરશાહને મુઘલોને સોંપે તેમ નહતો. તેણે મુઘલો પાસેથી મુઝફ્ફરનાબદલામાં મોરબી પરગણુ લઇ સોદો કર્યો હતો.મુઘલ સૈનિકો તેને લઇ અમદાવાદ તરફ આવી રહ્યા હતા, ત્યારે 23 ડિસેમ્બર 1592ના રોજ ધમડકા ગામે પાયજામામાં છુપાવેલો અસ્ત્રો પોતાના જ ગળા પર ફેરવી આત્મહત્યા કરી લીધી. તેના મોતની ખાતરી કરાવવા તેનું શિર નિઝામુદ્દીન બક્ષી મારફત અકબરના દરબારમાં મોકલી આપવામાં આવ્યું અને ગુજરાતમાં મુઘલાઈના સૌથી મોટા શત્રુનો અંત આવ્યો. સાથે જ ગુજરાત ઉપરાંત આખું સૌરાષ્ટ્ર મુઘલ તાબામાં આવ્યું. બીજા જ વર્ષે ઘોઘા, માંગરોળ અને સોમનાથ જીત્યાં હતા.જામ સતાજીના વચેટ પુત્રને વર્ષો સુધી દિલ્હીમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો, પરંતુ બાદશાહની બેગમની કૃપાથી વિક્રમ સંવત 1973ના ફાગણ સુદ એકમના રોજ ફરીથી સત્તાસ્થાને આવ્યો હતો. યુદ્ધમાં ખપી ગયેલા અજાજીના પુત્ર વિભાજીએ રાજકોટમાં જાડેજા રાજ્યવંશની સ્થાપના કરી તેની સાથે સૌરાષ્ટ્રમાં અનેક ખંડિયાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ટૂંકમાં ભૂચર મોરીના યુદ્ધ પછી સૌરાષ્ટ્રની તાસીર અને તસવીર બદલાઈ ગઈ હતી.

ભૂચર મોરીના યુદ્ધમાં એટલી તો ખુવારી થઇ હતી કે સંબધિત વિસ્તારોમાં તેનો શોક દાયકાઓ-સૈકાઓ સુધી રહ્યો હતો. નવાનગરના મેળાઓ અને ઉત્સવો બંધ થઇ ગયા. પોતાના વીરોની સ્મૃતિમાં સ્થાનિક જનતાએ 250 વર્ષ સુધી ઉત્સવો અને મનોરંજન બંધ કર્યાં હતાં.

ભૂચર મોરીની લડાઈ શાહી સેના સામે પ્રાદેશિક રાજ્યોનો સંઘર્ષ હતો. નવાનગરની નાની પણ બહાદુર સેનાએ મુઘલની શાહી સેના સામે ભીડેલી બાથ એ ગુજરાતના ઈતિહાસનું ગૌરવશાળી પૃષ્ઠ છે.જે જામનગરના રાજા રણમલસિંહને ત્યાં પુત્ર જન્મ થતા તે ખુશીમાં ફરી શરૂ થયા હતાં. આમ ભૂચર મોરીનું યુદ્ધ ગુજરાતના ઇતિહાસમાં અનેક રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભો આપનારુ નીવડ્યું હતું.

Intro:Gj_jmr_01_rajput_ras_pkg_mansukh
જામનગર:ધ્રોલના ભૂચર મોરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 2300 રાજપુતાણીઓએ તલવાર રાસ રમી રચ્યો વર્લ્ડ રેકોર્ડ....

ઉમાબા ગોહિલ,અખિલ ગુજરાત રાજપૂત મહિલા પ્રમુખ

જામનગરના ધ્રોલમાં આજે ભૂચર મોરીના મેદાનમાં ઇતિહાસ રચાયો છે.... 2300 જેટલી રાજપૂત મહિલાઓ તલવાર રાસ રમી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે..... કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો..અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત 28 મો ભુચરમોરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 2300 રાજપુતાણી બહેનો દીકરીબાઓએ સતત 10 મિનિટ તલવારબાજી કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો...

એક નજર કરીએ ભૂચર મોરીના ઇતિહાસ પર

નવાનગરનો જામ યુદ્ધ મેદાનમાંથી સીધો મહેલમાં ગયો અને પોતાના પરિવારને સુરક્ષિત કરી ચૂક્યો હતો. અને ફરીથી સૌરાષ્ટ્રનાં સૈન્યો અને મુઘલ ફોજ ભૂચર મોરીમાં અથડાયાં. ભૂચર મોરી બહુચરનું મૂળ સ્વરૂપ હોવાનું અને ભૂચર બહુચરનું અપભ્રંશ હોવાનું કહેવાય છે. લોકવાયકાઓમાં કહેવાય છે કે નવાનગરનો રાજકુમાર અને યુવરાજ અજાજીનાં લગ્ન હતાં. અલબત્ત, ભૂચર મોરીનું યુદ્ધ શ્રાવણ મહિનામાં – ૧૫ જુલાઈ ૧૫૯૧માં થયું હતું ...યુદ્ધ ચાલુ થતાં જ લોધા ખુમાણ અને જૂનાગઢનો દૌલત ખાન જામ સતાજી અને નવાનગર રાજ્યને દગો કરી મુઘલોની શાહી સેનામાં ભળી ગયા. તેનાં પણ ઘણાં કારણો હતાં ઉદાહરણ તરીકે ભૂચર મોરીના યુદ્ધના પ્રારંભે જ લોધા ખુમાણે મુઘલોનો એક હાથી છીનવી લીધો હતો.

તે ખુમાણના કબજામાં રહેવાના બદલે જામે પોતાના કબજામાં લઇ લીધો હતો. યુદ્ધ મેદાનમાં વિકટ ઘડીમાં થયેલા આ દગાથી જામ સતાજી નિરાશામાં સરી પડ્યો. તેનો લડવાનો જુસ્સો મરી પરવાર્યો, પણ તેના વઝીર જેસાએ સેનાનો લડવાનો હોંસલો બુલંદ રાખ્યો.

બીજી તરફ પિતા જામ સતાજીને રણમેદાનમાંથી પરત ફરેલા જોઈ યુવરાજ અજાજીએ સુકાન સંભાળ્યું, પણ કુશળતા અને વ્યૂહાત્મક રીતે લડતી મુઘલ સેના સામે તેઓ ઝાઝી ઝીંક ઝીલી ન શક્યા. અઝીઝ કોકા, સૈયદ કાસિમ, નવરંગ ખાન અને ગુજર ખાન જેવા મુઘલ લડવૈયાઓ વાવાઝોડાની જેમ ભૂચર મોરીમાં ફરી વળ્યા. યુદ્ધની પ્રગતિ મુઘલો પ્રતિ થતી જોતાં જ નવાનગરના આશ્રયે રહેલો મુઝફ્ફર પણ યુદ્ધ મેદાનમાંથી જીવ બચાવવા નાઠો અને ઠેઠ કચ્છ પહોંચી તેના રાજા ભારમલનો આશરો લીધો. અત્યારે કોકાની પ્રાથમિકતા નવાનગરનો ખાતમો કરવાની હતી.

રાજપૂતો પોતાની પ્રણાલિકા પ્રમાણે ટચૂકડી સેના સાથે પણ વીરતાપૂર્વક લડ્યા. બંને પક્ષે તોપ અને તલવારોનો પુષ્કળ ઉપયોગ થયો. વીરતાપૂર્વક લડતા જામનો પુત્ર અજાજી અને પ્રધાન જસાજી રણમેદાનમાં ખપી ગયા. સેંકડોની સંખ્યામાં નવાનગરના સૈનિકો પણ યુદ્ધમાં માર્યા ગયા. મુઘલોની જીતમાં તેમનો લશ્કરી વ્યૂહ, દારૂગોળો, સૈનિકોની સંખ્યા, વીરતા અને વર્તણૂકે કામ પાર પાડ્યું હતું. જામ અજાજીની શહાદત બાબતે ભૂચર મોરીના શિલાલેખ પર

"અજમ લિયો અલન્ઘે લ્યો લાખા સર ઘણી,
દંતશૂળ લગ દઈ અંબાડીએ અણીય હર્ણે,
સંવત સોળ અડતાલ મૈ શ્રાવણ માસ ઉદાર,
જામ અજો સુરપુર ગયા વદ સાતમ બુધવાર"

જેવો તેની વીરતાને ગૌરવ બક્ષતો દુહો કોતરાયો છે.

ભૂચર મોરીનો શાસ્ત્રીય ઉપરાંત લોકસાહિત્યનો પણ રોમાંચક ઈતિહાસ છે. સેંકડોની સંખ્યામાં કથાઓ, દુહાઓ અને ગીતો ભૂચર મોરીનાં યુદ્ધ વિશે રચાયાં છે. યુદ્ધમાં ખપી ગયેલા યુવરાજ જામ અજાજીનાં પત્ની સુરજકુંવર પતિના મૃત્યુ પાછળ સતી થયાં તેનો દુહો:

"કરુણાવદર સુરજકુંવર મોહ તજે ઘર સોહ મન,
સોઈ દે એ સતી અજમાલ સંગ આગ મૈ"

મુઘલયુગમાં ભૂચર મોરીની લડાઈ સૌરાષ્ટ્રમાં થયેલી છેલ્લી પણ ભારે નિર્ણાયક અને સ્પર્ધાત્મક લડત હતી. તેણે તાત્કાલિક અને લાંબાગાળાના ધોરણે અનેક અસરો સર્જી હતી. સૌથી પહેલાં તો જામના શરણમાંથી ભાગેલા મુઝફ્ફરશાહ મુઘલોનો મુખ્ય શત્રુ હતો તે કચ્છના રાવના શરણમાં હતો. ત્યાંથી તેને પકડવા અઝીઝ કોકાએ કચ્છ પર ચડાઈ કરવાની ધમકી આપી, પણ ભારમલ એમ જ મુઝફ્ફરશાહને મુઘલોને સોંપે તેમ નહતો. તેણે મુઘલો પાસેથી મુઝફ્ફરનાબદલામાં મોરબી પરગણું લઇ સોદો કર્યો. મુઘલ સૈનિકો તેને લઇ અમદાવાદ તરફ આવી રહ્યા હતા, ત્યારે ૨૩ ડિસેમ્બર ૧૫૯૨ના રોજ ધમડકા ગામે પાયજામામાં છુપાવેલો અસ્ત્રો પોતાના જ ગળા પર ફેરવી આત્મહત્યા કરી લીધી. તેના મોતની ખાતરી કરાવવા તેનું શિર નિઝામુદ્દીન બક્ષી મારફત અકબરના દરબારમાં મોકલી આપવામાં આવ્યું અને ગુજરાતમાં મુઘલાઈના સૌથી મોટા શત્રુનો અંત આવ્યો. સાથે જ ગુજરાત ઉપરાંત આખું સૌરાષ્ટ્ર મુઘલ તાબામાં આવ્યું. બીજા જ વર્ષે ઘોઘા, માંગરોળ અને સોમનાથ જીત્યાં. જામ સતાજીના વચેટ પુત્રને વર્ષો સુધી દિલ્હીમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો, પરંતુ બાદશાહની બેગમની કૃપાથી વિક્રમ સંવત ૧૬૭૩ના ફાગણ સુદ એકમના રોજ ફરીથી સત્તાસ્થાને આવ્યો હતો. યુદ્ધમાં ખપી ગયેલા અજાજીના પુત્ર વિભાજીએ રાજકોટમાં જાડેજા રાજ્યવંશની સ્થાપના કરી તેની સાથે સૌરાષ્ટ્રમાં અનેક ખંડિયાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. ટૂંકમાં ભૂચર મોરીના યુદ્ધ પછી સૌરાષ્ટ્રની તાસીર અને તસવીર બદલાઈ ગઈ હતી.

ભૂચર મોરીના યુદ્ધમાં એટલી તો ખુવારી થઇ હતી કે સંબધિત વિસ્તારોમાં તેનો શોક દાયકાઓ-સૈકાઓ સુધી રહ્યો હતો. નવાનગરના મેળાઓ અને ઉત્સવો બંધ થઇ ગયા. પોતાના વીરોની સ્મૃતિમાં સ્થાનિક જનતાએ ૨૫૦ વર્ષ સુધી ઉત્સવો અને મનોરંજન બંધ કર્યાં હતાં.

ભૂચર મોરીની લડાઈ શાહી સેના સામે પ્રાદેશિક રાજ્યોનો સંઘર્ષ હતો. નવાનગરની નાની પણ બહાદુર સેનાએ મુઘલની શાહી સેના સામે ભીડેલી બાથ એ ગુજરાતના ઈતિહાસનું ગૌરવશાળી પૃષ્ઠ છે. યુદ્ધમાં એટલી તો ખુવારી થઇ હતી કે સંબધિત વિસ્તારોમાં તેનો શોક દાયકાઓ-સૈકાઓ સુધી રહ્યો હતો. નવાનગરના મેળાઓ અને ઉત્સવો બંધ થઇ ગયા. પોતાના વીરોની સ્મૃતિમાં સ્થાનિક જનતાએ ૨૫૦ વર્ષ સુધી ઉત્સવો અને મનોરંજન બંધ કર્યાં હતાં.

જે જામનગરના રાજા રણમલસિંહને ત્યાં પુત્ર જન્મ થતાં તે ખુશીમાં ફરી શરૂ થયાં હતાં. આમ ભૂચર મોરીનું યુદ્ધ ગુજરાતના ઇતિહાસમાં અનેક રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભો આપનારું નીવડ્યું હતું.Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.