જામનગરઃ રાજકોટ-જામનગર હાઈવે પર સમયાંતરે અકસ્માતની (Fatal Accident on highway) ઘટના બનતી રહે છે. એવામાં ભાઈબીજના દિવસે ફરી એકવખત આ રસ્તો ગોઝારો પુરવાર થયો છે. જ્યાં એક કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યું થયા છે. જ્યારે કારમાં રહેલી એક નાનકડી માસુમ બાળકીનો (Jamnagar Rajkot highway) ચમત્કારિક રીતે બચાવ થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કુડચો બોલી ગયો હતો. કારના બોનેટનું પડીકું વળી ગયું હતું.
ધ્રોલ પાસે અકસ્માતઃ જામનગર હાઈવે પર ધ્રોલ ગામ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. જેમાં બીજલ જેઠવા નામની એક છોકરીનું મૃત્યું થયું છે. આ ઉપરાંત, કારમાં બેઠેલી એક મહિલાને પણ ગંભીર ઈજા પહોંચી છે. જેની સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં એનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. જ્યારે દોઢ વર્ષની બાળકીનો બચાવ થયો છે. પ્રાથમિક વિગત અનુસાર, આ પરિવાર અમદાવાદથી જામનગર આવી રહ્યો હતો. એ સમયે ધ્રોલ પાસે આ અકસ્માત થયો હતો.
શી ટીમની જવાબદારીઃ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ હતી. ધ્રોલ હાઈવે પર આવેલા આહિર કન્યા છાત્રાલય પાસે આ ઘટના બની હતી. હાઈવે પર પસાર થતા જે લોકોએ આ અકસ્માત જોયો એના પણ શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. મહિલા પોલીસની શી ટીમ તરફથી બચી ગયેલી બાળકીની સારસંભાળ રાખવામાં આવી રહી છે.