સાથે જ મહિલા કોલેજ પાસે આવેલ ટ્યૂશન ક્લાસીસ અને જય કોમ્યુટરને પણ બંધ કરવામાં આવ્યું છે. આમ જામનગરમાં સતત ત્રીજા દિવસથી ટ્યૂશન કલાસીસ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં JMC અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરમાં ટ્યૂશન કલાસીસ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, પટેલ કોમ્પ્યુટર ક્લાસીસ સાદ પતરાના મકાનમાં ચલાવવામાં આવતું હતું. રવિવારે જિલ્લા કલેક્ટર રવિશંકર અને કમિશ્નર સતીશ પટેલ દ્વારા પણ કોમ્પ્યુટર ક્લાસીસ સામે તવાઈ બોલાવવામાં આવી હતી અને આજે જામનગર મનપાની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડી ત્રણ જેટલા ક્લાસીસોને બંધ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરના મોટાભાગના ટ્યુશન ક્લાસીસોમાં એનઓસી તથા ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે.