ETV Bharat / state

મતદાતાઓ શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પ્રતિબંધાત્‍મક આદેશો કરાયા જારી

જામનગર: જિલ્લામાં મતદાનના દિવસે લોકો નિર્ભય અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ આદર્શ આચારસંહિતાનું પાલન થાય, ખર્ચ પર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તે જરૂરી છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમજ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, તે માટે જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પ્રતિબંધાત્‍મક આદેશો જારી કરાયા
author img

By

Published : Apr 23, 2019, 6:56 AM IST

આ જાહેરનામામાં મતદાનના દિવસે મુકરર થયેલા મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્‍તારમાં ચૂંટણી સબંધી બુથ ઉભા કરી શકાશે નહીં, ચૂંટણી એજન્‍ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર મતદારોને ઉમેદવારોના નામ, પ્રતિક કે પક્ષના નામ વગેરેની મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી રાખી શકાશે, આવા સ્‍થળે ઉમેદવાર ૩x૧.૫ ફુટનું ફક્ત ૧ બેનર રાખી શકશે. છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કલતાનની વ્યવસ્થા કરી શકાશે, જેને ચારેબાજુથી બંધ કરી શકાશે નહીં.

મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરના વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. ચૂંટણી સંબંધી પત્રિકાઓનું વિતરણ થઇ શકશે નહીં તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહીં. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કૃત્‍ય કરી શકાશે નહીં કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહીં. મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી સંબંધી હેતુ માટે મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન જેવા વિજાણુ યંત્રોનો ઉપયોગ થઈ શકશે નહીં. મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સંબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગથી ૧૦૦ મીટરની અંદરના વિસ્તારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને આઈપીસીની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્વ સરવૈયાએ જણાવ્યું છે.

Intro:Body:

લોકસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૯ અન્વયે

જામનગર જિલ્‍લામાં મતદાનના દિવસે લોકો નિર્ભય અને શાંતિપુર્ણ રીતે મતદાન કરી શકે તે માટે કેટલાક પ્રતિબંધાત્‍મક આદેશો જારી કરાયા

જામનગર

આ ઉપરાંત  આદર્શ આચારસંહિતાનું પાલન થાય, ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તે જરૂરી છે. મતદાન માટે મુકરર થયેલ મતદાન મથકોની આસપાસના વિસ્તારોમાં મતદાનના દિવસે ઉમેદવાર કે તેમના કાર્યકરો/ ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી પૂરેપુરી શક્યતા છે. મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમજ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ર્તે માટે જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

મતદાનના દિવસે મુકરર થયેલ મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્‍તારમાં ચૂંટણી સબંધી બુથ ઉભા કરી શકાશે નહીં, ચૂંટણી એજન્‍ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર મતદારોને ઉમેદવારોના નામ, પ્રતિક કે પક્ષના નામ વગેરેની મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી રાખી શકશે(સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના નિયમોને આધીન) આવા સ્‍થળે ઉમેદવાર ૩x૧.૫ ફુટનું ફકત ૧(એક) બેનર રાખી શકશે. છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી વ્યવસ્થા કરી શકાશે, જેને ચારુબાજુથી બંધ કરી શકાશે નહી. મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરના વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. ચૂંટણી સબંધિ પત્રિકાઓનું વિતરણ થઇ શકશે નહીં તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહીં. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કૃત્‍ય કરી શકાશે નહીં, કે કોઈપણ પ્રકારનુ પ્રલોભન આપી શકાશે નહી.મતદાનના દિવસે મતદાન મથકની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી સંબંધી હેતુ માટે મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન જેવા વિજાણુ યંત્રોનો ઉપયોગ થઈ શકશે નહી. મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સંબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગથી ૧૦૦ મીટરની અંદરના વિસ્તારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને આઈપીસીની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્વ સરવૈયાની એક યાદીમાં જણાવાયું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.