આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગઢવી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. સ્વ.લાખાભાઈ ગઢવીના સંસ્મરણો અને જાબુડા ગામનું નામ રોશન કરી એક સમર્થ લોક સાહિત્યકાર તરીકે સ્વ.લાખાભાઈ ગઢવી આજે પણ લોકો દિલો દિમાગમાં રાજ કરતા હોવાનું કેન્દ્રીય પ્રધાન પુરષોતમ રૂપાલાએ જણાવ્યું હતું.
સાંસદ પૂનમ માડમે પણ વર્ષોથી લાખાભાઈ ગઢવીના પરિવાર સાથે સંબધ હોવાથી હાલાર પથકનું રત્ન લાખાભાઈ ગઢવીને ગણાવ્યા છે. પૂજ્ય મોરારી બાપુએ પણ જુદા જુદા પ્રસંગમાં લાખાભાઈ ગઢવી સાથે થયેલી મુલાકાત અને તેના સંસ્મરણો યાદ કર્યા હતા. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહ્યા હતા.