આજે લાભ પાંચમના દિવસે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરનાં તાલુકા અને જીલ્લાઓમાં આવેલ માર્કેટીંગ યાર્ડોમાં લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવા આદેશો અપાયા હતાં. જેને પરીણામે વહેલી સવારથી જ યાર્ડોમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ હતી, ત્યારે જામનગરમાં પણ મગફળીની ખરીદીની પ્રક્રિયા માટે વેગ આપવામાં આવ્યો હોવાથી માર્કેટીંગ યાર્ડના ગેઈટથી મગફળી ભરેલ ગાડીઓની લાંબી કતારો જોવા મળી હતી.
જામનગરમાં બે દિવસથી 'કયાર' વાવાઝોડાની અસર જોવા મળી મળી રહી હતી અને ખુલ્લા મેદાનમાં મગફળીના ઢગલા કરવામાં આવી રહ્યા હતા અને હાલ વરસાદની આગાહીના પગલે જો વરસાદ આવે તો મગફળી સાચવવાની કોઈ વ્યવસ્થા યાર્ડ દ્વારા કરવામાં આવેલી નથી.
વરસાદથી મગફળી બગડે તો તેનો જવાબદાર કોણ ? તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો હતો. માટે જોવાનું એ રહ્યુ કે, જો કદાચ વરસાદ આવે તો મગફળીને સાચવવામાં તંત્ર ખરૂ ઉતરશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે.