જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટેની કામગીરીમાં અનેકગણો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતા કામગીરીની શૂન્ય છે, જામનગર શહેરના મુખ્ય સર્કલો તેમજ શેરીઓમાં અને રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે.
ત્યારે શહેરના રાહદારીઓને અને વાહનચાલકોને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અબજો રૂપિયા ખર્ચીને પણ ઢોરના ત્રાસથી નાગરિકોને ઉગારી ન શકતા હોય તો કામગીરી પર પ્રશ્નો ઉભા થાય છે.
જ્યારે વિપક્ષ દ્વારા આ પ્રશ્નનોને લઈ ધરણા દેખાવો તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓને નિંદ્રામાંથી જગાડવા હોમ હવનો પણ કરી ચૂક્યા છે. છતા અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી, આખરે પ્રજા પણ આ સળગતા પ્રશ્નોને લઈ લાચાર બની છે.