હંમેશા ખાખી વર્દીને દુશ્મનની જેમ જોતો દીવલો ડોન આખરે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે. ધારદાર હથિયારો પોતાની પાસે રાખી અજાણ્યા માણસોને લૂંટી લઇ અને અનેક ઘરોમાં ચોરીનો અંજામ આપનાર દિવ્યરાજસિંહ આખરે પોલીસ પકડમાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને લઇ શહેરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ શહેરમાં જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા વિવિધ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી છે.
દિવ્યરાજ સિંહ ચૌહાણ માત્ર 19 વર્ષની વયથી જ ગુનાની દુનિયામાં પગ મૂકી દીધો હતો અને 14 જેટલા ગુનાઓ કરી ચૂક્યો છે. અવાર-નવાર શહેરમાં લૂંટ તેમજ ચોરી જેવા ગુનાઓની અંજામ આપનાર દિવ્યરાજસિંહ ચૌહાણ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.