- CITY C ડિવિઝન Police Stationનો એક વીડિયો વાયરલ થયો
- SP દ્વારા Police Inspector પોલીસ ઇન્સપેક્ટર અને એક PSIને સસ્પેન્ડ કરવાનો આદેશ
- આરોપીએ પોલીસ સ્ટેશનમાં અપશબ્દો બોલી વિડીયો વાયરલ કર્યો
જામનગર : શહેરના CITY C ડિવિઝનમાં એક શખ્સ દ્વારા પોલીસ કર્મચારીઓને હપ્તા મામલે બેફામ વાણી-વિલાસનો વાયરલ થયેલા વિડિયો પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ Police Inspector પોલીસ ઇન્સપેક્ટર અને એક PSIને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતાં પોલીસબેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની બોટલ સાથે ફરતા કર્મચારી થયો સસ્પેન્ડ
હપ્તા બાબતે પોલીસ કર્મચારીઓને અપશબ્દો કહ્યા
સામાન્ય પરિસ્થિતિઓમાં વાયરલ થયેલા વીડિયોની પોલીસ દ્વારા તપાસ કરાતી હોય છેે. પરંતુ જામનગર શહેરના CITY C ડિવિઝન Police Stationના ચાર દિવસ પૂર્વે આવેલા એક શખ્સે Police Stationમાં રહેલાં કર્મચારીઓ સામે બેફામ વાણી-વિલાસ આચર્યો હતો. હપ્તા બાબતે પણ પોલીસ કર્મચારીઓને અપશબ્દો કહ્યા હતા.
આ પણ વાંચો : પ્રયાગરાજ: પ્રોફેસર શાહિદને અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરાયો
CITY C ડિવિઝનના PI તરીકે કે. આઇ. ગાધેને ચાર્જ સોપાયો
આ ઘટનાનો કોઇએ વીડિયો ઉતારીને Social Mediaમાં વાયરલ કર્યો હતો. આ વિડિયો મામલે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા કડક પગલાં લઇ CITY C ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર એમ. આર. ગોંડલિયા અને PSI કે. સી. વાધેલાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. તેમજ CITY C ડિવિઝનના PI તરીકે કે. આઇ. ગાધેને ચાર્જ સોપવામાં આવ્યો છે.