ETV Bharat / state

જામનગરમાં PGVCL દ્વારા સતત બીજા દિવસે રેડ કરાઈ - PGVCL's Power Theft News

જામનગર PGVCLના સબ ડિવિઝન દ્વારા શહેરમાં વીજ ચોરી અંગે રેડ કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં PGVCLના અધિકારીઓએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.

Jamnagar
Jamnagar
author img

By

Published : Mar 25, 2021, 4:39 PM IST

Updated : Mar 25, 2021, 5:36 PM IST

  • જામનગરમાં માર્ચ એન્ડિંગ પર PGVCLની સતત બીજા દિવસે રેડ
  • શહેરમાંથી 52.27 લાખની વીજ ચોરી ઝડપાઇ
  • વિવિધ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ

જામનગર: PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) જામનગરના દરબાર ગઢ સબડિવિઝન અંતર્ગતના વિસ્તારો પટેલ કોલોની સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો સાત રસ્તા સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો તેમજ સેન્ટ્રલ ઝોન સબડિવિઝન ધરાવતા વિસ્તારોમાં PGVCL દ્વારા આ અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 28 પોલીસ કર્મીઓ, 15 UGVCL કર્મચારી, પોલીસ અને 12 એક્સ આર્મીમેન મળી કુલ 48 જેટલા કર્મચારીઓ આવી જ ચેકિંગ કાર્યવાહીમાં જોડાયા હતા અને જામનગરના વિવિધ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. PGVCL દ્વારા હાથ ધરાયેલી વીજ ચેકિંગ કાર્યવાહીથી ચોરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે.

જામનગરમાં PGVCL દ્વારા સતત બીજા દિવસે રેડ કરાઈ

વીજ ચોરી કરતા લોકો સામે દંડાત્મક પગલાં લેવાયા

ખંભાળિયા ગેટ વિસ્તારમાં અને નગરસીમમાં રેડ કરવામાં આવી છે. આજે ગુરુવારે 24 લાખની વીજ ચોરી ઝડપાઇ છે. 47 ટિમ દ્વાર શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરવામાં આવી છે. આજે ગુરુવારે PGVCLની ટીમ દ્વારા 767 જેટલા વીજ કનેક્શનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 120 જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ છે. આમ જામનગર શહેરમાં માર્ચ એન્ડિંગમાં ટીમ દ્વારા રેડ કરવામાં આવી રહી છે અને વીજ ચોરી કરતા લોકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

PGVCL
PGVCL

આ પણ વાંચો : પંચમહાલમાં MGVCLની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ

માર્ચ મહિનામાં જ કેમ રેડ ?

જામનગર શહેરમાં PGVCL દ્વારા જુદી જુદી જગ્યાએ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને રૂપિયા 28 લાખની વીજચોરી પણ ઝડપાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે. PGVCL સફાળું જાગ્યું છે. આખા વર્ષ દરમિયાન PGVCL દ્વારા એક પણ રેડની કામગીરી કરવામાં આવી નથી અને માર્ચ મહિનો આવતાં જ PGVCL હરકતમાં આવ્યું છે અને રેડનો દોર ચાલુ કર્યો છે.

સતત બીજા દિવસે પણ રેડની ચાલું છે કામગારી

જામનગર શહેરમાં ગઈકાલે PGVCLની ટીમ દ્વારા દિવસ પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી. તો આજે બીજા દિવસે પણ સવારથી જ PGVCLની ટીમ દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે પણ લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : મેઘરજના નવા પાણીબાર ગામે વીજ ચોરી ઝડપવા ગયેલી ટીમ પર હુમલો

PGVCLના અધિકારીઓએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેતા નથી

Etv ભારત સાથે ટેલીફોનિક વાતચીત કરતા અધિકારી એ. એમ. મહેતાએ જણાવ્યું કે, જામનગર શહેરમાં અનેક જગ્યાએ વીજચોરી થતી હોવાની ફરિયાદો મળી છે. જેના કારણે આ રેડ કરવામાં આવી રહી છે. જોકે માર્ચ મહિનામાં જ કેમ રેડ કરવામાં આવી રહી છે, તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, PGVCL દ્વારા અવારનવાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે.

Last Updated : Mar 25, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.