જામનગર : 25 ઓગસ્ટ 2015 જામનગર સહિત રાજ્યભરમાં પાટીદાર (Cases Against Patidar Youths) આંદોલન શરૂ થયું હતું. જોકે ગઈ કાલે રાજ્ય સરકારે પાટીદાર યુવકો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવાની જાહેરાત કરી છે. જામનગર જિલ્લાના 107 જેટલા પાટીદાર યુવકો પર પાટીદાર આંદોલન વખતે પોલીસ કેસ નોંધાયા હતા. જેમાં હજુ સુધી એક પણ ખેંચવામાં આવ્યા નથી. જેને લઇ જામનગર જિલ્લાના પાટીદારોમાં નારાજગી જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર પર આક્ષેપો - જોડીયા પોલીસ સ્ટેશનમાં એક કેસ, હડીયાણા પોલીસ સ્ટેશનમાં એક કેસ અને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયા છે. જેમાં કુલ 107 પાટીદાર યુવકોનો સમાવેશ થાય છે. જેને લઈને પાસ કન્વીનર ભુપત પટેલ અને વસંત કાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર 2015થી પાટીદારોને લોલીપોપ આપી રહ્યાં છે. હજુ એક પણ કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. જેને લઈ આગામી (Case on Patidar of Jamnagar) દિવસોમાં પાટીદારો ફરીથી આંદોલન કરે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો : Cases Against Patidar: હાર્દિક પટેલની સરકારને ચીમકી, બાકીના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો પરિણામ ભોગવવું પડશે
"ભાજપ છેતરામણી જાહેરાતો આપે" - ચૂંટણી નજીક આવતા જ ભાજપ સરકારે પાટીદાર મતદારોને લોભાવવા માટે એક છેતરામણી જાહેરાત આપી હોવાનો પાસ કન્વીનરોએ આક્ષેપ લગાવ્યો છે. જોકે કોંગ્રેસ સરકારે (Case on youth in Patidar movement) પણ પાટીદારોનો ઉપયોગ કર્યો છે. હજુ પણ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ પાટીદારોનો ઉપયોગ કરવા માટે અવનવા ગતકડાં કરી રહ્યા હોવાની પાસ કન્વીનર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં 2015માં પાટીદાર આંદોલન વખતે અનેક પાટીદાર યુવકો દ્વારા રેલી યોજવામાં આવી હતી.
આ પણ વાંચો: Patidar Anamat Andolan Cases Withdraw : પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પાછા લેતી સરકાર, હાર્દિકને રાહત
107 પાટીદાર યુવકો પર કેસ - જામનગરની સેશન્સ કોર્ટમાં હજી 107 પાટીદાર યુવકો પર કેસ ચાલી રહ્યો છે. આ યુવકો રેગ્યુલર તારીખ પણ ભરે છે. મહત્વનું એ છે કે રાજ્યની ચૂંટણીમાં પાટીદાર મતદારોનું અગત્યનું વિભાગ હોય છે. કારણ કે લેવા અને કડવા પાટીદારો કોઈ પણ પક્ષને જીતાડવા મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે ચૂંટણી નજીક આવી રહી છે. તેને લઈને રાજ્ય સરકારે પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવાની જાહેરાત કરી છે કે પાસ કન્વીનરો તેને માત્ર લોલીપોપ (Patidars Accuse the Government) ગણાવી રહ્યા છે તે જોવું રહ્યું.