- હાપા માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળો
- મગફળીનું વેચાણ ઉંચી કિંમતે થતા ખેડૂતોમાં ખુશી
- તમિલનાડુમાં પણ પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર
જામનગર: હાપા માર્કેટ યાર્ડમાં સતત સાતમા દિવસે ઓપન હરાજી રૂપિયા 1400થી વધુની કિંમતે મગફળી વેચાઈ રહી છે. ગુજરાતમાં બુધવારના રોજ સૌથી ઉંચી કિંમતે મગફળી હાપા માર્કેટયાર્ડમાં વેચાઈ હતી. તો આજે ગુરૂવારે પણ રૂપિયા 1415 ના ભાવથી વેચાઈ છે.
તમિલનાડુના ખેડૂતોની પ્રથમ પસંદ જામનગર પથકની મગફળી
હાપા માર્કેટ યાર્ડમાં છેલ્લા 3 વર્ષથી તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા આવી રહ્યા છે. જે જથ્થાબંધ મગફળીની ખરીદી કરી રહ્યા છે. તમિલનાડુમાં પણ પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થઈ રહ્યું છે. તમિલનાડુમાં જે મગફળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, તે બિયારણ જામનગર પથકનું છે.
જામનગર હાપા માર્કેટયાર્ડમાં સતત સાતમા દિવસે મગફળીના ભાવમાં ઉછાળો
જામનગર હાપા માર્કેટ યાર્ડમાં સતત સાતમા દિવસે રૂપિયા 1400થી ઉપરનો ભાવ ઓપન હરાજીમાં બોલાઈ રહ્યો છે. જ્યારે આજે ગુરૂવારના રોજ પણ રૂપિયા 1415 જેટલો ભાવ મગફળીની બોલાયો છે. તો હજુ પણ ખેડૂતો મોટી સંખ્યામાં મગફળીનો પાક લઈ હાપા યાર્ડમાં આવી રહ્યા છે. સીઝનમાં ગુજરાતમાં સૌથી વધુ ભાવ હાપા માર્કેટ યાર્ડમાં બોલાયો છે.
હાપા માર્કેટયાર્ડમાં 6 અને 66 નંબરની મગફળીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ
હાપા માર્કેટિંગ યાર્ડમાં બહારના રાજ્યના જે ખેડૂતો મગફળી ખરીદવામાં આવી રહ્યી છે. તેઓની પ્રથમ પસંદ 6 અને 66 નંબરની મગફળીની જાત છે. ખાસ કરીને તમિલનાડુ વિસ્તારમાં પણ જામનગર પંથકની મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેના કારણે તમિલનાડુના વેપારીઓ ઉંચી કિંમતે માર્કેટીંગ યાર્ડમાંથી મગફળીની ખરીદી કરી રહ્યા છે.
જામનગર પંથકના ખેડૂતોમાં ખુશી, વેપારીઓ ખરીદી રહ્યા છે મગફળી ઉંચી કિંમતે
હાપા માર્કેટ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે, ટેકાના ભાવથી વધુ ઉંચા ભાવે મગફળીની કિંમત મળી રહી છે. રાજ્યના અન્ય માર્કેટ યાર્ડ કરતા વધુ ઉંચી કિંમતે મગફળીનું હાપા માર્કેટ યાર્ડમાં વેચાણ થઈ રહ્યું છે.