ETV Bharat / state

ધ્રોલ પંથકના પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો - PSI AS Garchar

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના PSI એ.એસ.ગરચર તથા સ્ટાફ દ્વારા ધ્રોલ પંથકના પ્રેમ પ્રકરણ મામલે હત્યા નિપજાવી 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો હતો.

ધ્રોલ પંથકના પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યામાં 8 વર્ષથી ફરાર આરોપી પકડી પાડ્યો

author img

By

Published : Oct 24, 2020, 3:07 PM IST

  • પ્રેમ પ્રકરણ મામલે હત્યા નિપજાવી 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
  • ધ્રોલ તાલુકાના ખોડા પીપર પંથકનો પ્રેમ પ્રકરણ મુદ્દો
  • પરપ્રાંતિયને શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો

જામનગરઃ જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સૂચના LCB PI કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના PSI એ.એસ.ગરચર તથા સ્ટાફ દ્વારા ધ્રોલ પંથકના પ્રેમ પ્રકરણ મામલે હત્યા નિપજાવી 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો હતો.

8 વર્ષ પૂર્વેનો પ્રેમ પ્રકરણનો કેસ

જામનગરના ધ્રોલ તાલુકાના ખોડા પીપર પંથકમાં આઠ વર્ષ પૂર્વે પ્રેમ પ્રકરણમાં એક યુવાનની હત્યા કરી તેના મૃતદેહને જંગલમાં ફેંકી દઇ 4 શખ્સો ફરાર થયા હતા. જેમાં હત્યા અને ગુનાહિત કાવતરું સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીની ધરપકડ

જે કેસમાં આરોપી નાસતો ફરતો રહ્યો હતો. જે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એસ.ગરચરના નેતૃત્વ હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન કાસમભાઇ બ્લોચ તથા ગજેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને આરોપી રાકેશ રાલુભાઇ ચૌહાણ અમરેલીના લાઠી પંથકમાં હોવાની બાતમી મળી હતી. જેને લઈને ટેકનિકલ એનાલીસીસના આધારે પોલીસે દોડી જઈ મુળ મધ્યપ્રદેશના ધારના વતની આરોપી રાકેશને પકડી પાડી તેનો કબજો ધ્રોલ પોલીસને સુપરત કર્યો હતો.

આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના PSI એ.એસ.ગરચર તથા ASI હંસરાજભાઇ પટેલ ચંદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, રણજીતસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ ચૌહાણ, નિર્મળસિંહ એસ.જાડેજા ( LCB ) દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.