જામનગર : શહેરની વકીલ મંડળની આજે ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, સહ ખજાનચી સહિતના સાત પદ માટે સવારે સાડા નવ વાગ્યાથી વકીલ મંડળના જૂના ખંડમાં મતદાન શરૂ થયું હતું. સાત હોદ્દા માટે કુલ 16 ઉમેદવાર વચ્ચે (Bar Council Election in Jamnagar) રસાકસીનો જંગ છે. મતદાન બાદ તે જ દિવસે મતગણતરી થશે અને આજે મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે. (old continent Bar Council Election)
આ પણ વાંચો સુરતમાં વકીલ મંડળની ચૂંટણી; 27 જેટલા ઉમેદવારો મેદાનમાં
881 મતદારો જામનગરના વકીલ મંડળના નોંધાયેલા 881 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વર્ષે વર્તમાન પ્રમુખ ભરત સુવા સહિતના બે ઉમેદવારો પ્રમુખપદ માટેની ચૂંટણી લડી રહ્યા છે. સાંજે સાડા ચાર વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી અને એ પછી તમામ મતોને એકઠા કરી આશરે મત ગણતરી યોજાવાની હતી. ત્યારબાદ નવા વર્ષના સૂત્રધારોના નામોની જાહેરાત કરવામાં આવશે. (Jamnagar Vakil Mandal President Election)
આ પણ વાંચો સુરત જિલ્લા વકીલ મંડળની આજે ચુંટણી યોજાઈ
કારોબારી માટે 10 ઉમેદવાર ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદ માટે ભરત સુવા તેમજ વિક્રમસિંહ જેઠવા વચ્ચે જંગ છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અશોક જોષી, ભરતસિંહ જાડેજા, સેક્રેટરી પદ માટે જીતેન્દ્ર ગોસાઇ અને મનોજ ઝવેરી ઉમેદવાર છે. જોઇન્ટ સેક્રેટરી માટે દિપ ચંદારાણા, કિશોરસિંહ ઝાલા, રઘુવીરસિંહ કંચવા અને વનરાજસિંહ ચુડાસમા જ્યારે લાઈબ્રેરી સેક્રેટરી માટે અનિલ પુરી, બ્રિજેશ ત્રિવેદી, રોહિત મકવાણા ઉપરાંત ખજાનચી પદ માટે ઋચીર રાવલ, ચાંદની પોપટ અને જયદેવ ગોહિલ ચુંટણી જંગમાં છે, આ ઉપરાંત કારોબારી માટે 10 ઉમેદવાર છે. (Jamnagar Vakil Mandal President)