ETV Bharat / state

જામનગરની રાજમોતી સોસાયટીમાં એક પણ રહીશ પાસે ચૂંટણી કાર્ડ નથી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવાની છે, ત્યારે શહેરમાં રાજમોતી સોસાયટીના રહીશો પાસે ચૂંટણી કાર્ડ પણ નથી. તેમને રસ્તાઓ, ગટર અને પીવાના પાણી જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

જામનગરની રાજમોતી સોસાયટીમાં એક પણ રહીશ પાસે ચૂંટણી કાર્ડ નથી
જામનગરની રાજમોતી સોસાયટીમાં એક પણ રહીશ પાસે ચૂંટણી કાર્ડ નથી
author img

By

Published : Dec 30, 2020, 7:26 AM IST

Updated : Dec 30, 2020, 7:46 AM IST

  • જામનગરમાં રાજમોતી સોસાયટીના રહીશો પરેશાન
  • જામનગરમાં રાજમોતી સોસાયટીના રહીશો પાસે નથી ચૂંટણી કાર્ડ
  • ચૂંટણી કાર્ડ બનાવવાની સ્થાનિકોની માગ

જામનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવાની છે, ત્યારે શહેરમાં રાજમોતી સોસાયટીના રહીશો પાસે ચૂંટણી કાર્ડ પણ નથી. તેમને રસ્તાઓ, ગટર અને પીવાના પાણી જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પ્રથમ તો ચૂંટણી કાર્ડ બનાવી તમામ સમસ્યાનો ઉકેલ લાવવાની માગ ઉઠી છે.

રાજમોતી સોસાયટીના સ્થાનિકોની અનેક સમસ્યાઓ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે થોડા દિવસોમાં યોજવાની છે, ત્યારે ETV ભારતની ટીમ દ્વારા વોર્ડ નંબર 11 રાજમોતી સોસાયટીમાં સ્થાનિકો અનેક સમસ્યાઓને લઈ પરેશાન છે. રોડ, ગટર અને પીવાનું પાણી રાજમોતી સોસાયટીની મુખ્ય સમસ્યા છે. આ સાથે-સાથે રાજમોતી સોસાયટીના રહીશોના ચૂંટણી કાર્ડ અહીંના ન હોવાથી પરેશાન છે.

જામનગરની રાજમોતી સોસાયટીમાં એક પણ રહીશ પાસે ચૂંટણી કાર્ડ નથી
350 જેટલા મકાનોમાં રહેતા સોસાયટીના રહીશો પાસે નથી ચૂંટણી કાર્ડ

શહેરની રાજમોતી સોસાયટીમાં અંદાજિત 350 જેટલા મકાનો આવેલા છે. અહીં રહેતા એક પણ માણસ પાસે ચૂંટણી કાર્ડ નથી. ખાસ કરીને આ સોસાયટી પ્રાથમિક સુવિધાઓ ન સંતોષતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે સ્થાનિકોએ કોર્પોરેટર તેમજ સ્થાનિક આગેવાનોને અનેક વખત પોતાની રજૂઆત કરી છે, છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકો માગ કરીએ છીએ કે, પહેલા તેમના ચૂંટણી કાર્ડ બનાવવામાં આવે અને ત્યારબાદ જ તેઓ મતદાનનો પોતાનો હક લઈ શકશે.

અનેક વખત રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય

જોકે સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ચૂંટણી આવી છે ત્યારે કોર્પોરેટરો મત લેવા આવશે પણ તેમની સમસ્યા ત્યારે ઉકેલવામાં આવશે તે એક સવાલ ઊભો થાય છે. રાજમોતી સોસાયટીના રહીશોએ પોતાના વાહનો એક કિલોમીટર દૂર પાર્ક કરવા પડે છે. કારણ કે અહીં કાદવ-કીચડ હોવાના કારણે વાહનો ઘર સુધી આવી શકતા નથી. ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં કાદવ-કીચડ થાય છે અને ગંદકી તેમજ મચ્છરનો ઉપદ્રવ પણ વધુ પ્રમાણમાં હોવાને કારણે નાના બાળકો રોગના ભોગ બને છે.

Last Updated : Dec 30, 2020, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.