- જામનગરમાં 5 નોટિકલ માઈલ અંદર ટ્રોલીંગ ફિશિંગ બોટથી માછીમારી પર રોક
- માછીમારો સામે ફિશરિંગ વિભાગની લાલ આંખ
- ફિશિંગ બોટથી માછીમારીની પ્રવૃત્તિ થતી હતી
જામનગરઃ જિલ્લાના દરિયામાં ગત ઘણા સમયથી નિયમોનો ભગ કરી કાંઠાથી થોડે દૂર ટ્રોલીંગ ફિશિંગ બોટથી માછીમારીની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. જેથી ફિશરિંગ વિભાગે જિલ્લાના દરિયા કિનારે 5 નોટિકલ માઇલ અંદર માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
નિયમનું ઉલ્લંઘન કરનારા સામે લેવાશે પગલાં
હવે ટ્રોલીંગ ફિશિંગ બોટથી માછીમારી કરનારા લોકો સામે ફિશરિંગ વિભાગે લાલ આંખ કરી છે. જે અંતર્ગત હવે જે લોકો આ પ્રકારની પ્રવૃતિ કરતા જોવા મળશે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જળચર જીવોને ખતરો
જામનગર જિલ્લો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. જામનગર જિલ્લાના સચાણ, બેડી, જોડિયા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારો દ્વારા બોટમ ટ્રોલીંગ કરી માછીમારી કરવામાં આવતા નાના માછીમારોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જ જળચર જીવો પર પણ ખતરો થઈ રહ્યો છે. જેથી જામનગર બોટ એસોસિએશનને ફિશરિંગ વિભાગ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે અને જો કોઈ માછીમાર 5 નોટિકલ માઈલ અંદર માછીમારી કરતો પકડશે તો બોટનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે.