• વાલસુરામાં નેવી ડે સેલિબ્રેશન અંતર્ગત બેન્ડ કોન્સર્ટનું આયોજન
• આ વર્ષે નહીં યોજાઈ નેવી હાફ મેરેથોન
• દેશભકિતના રંગે રગાયું વાલસૂરા
જામનગરઃ શહેરમાં નેવીની પાખ INS વાલસુરા દ્વારા 4 ડિસેમ્બરને નેવી-ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે નેવી-ડેની સંધ્યાએ વાલસુરા ખાતે આવેલા નેવીના મથકમાં બેન્ડ કોન્સર્ટ સહિતના કાર્યક્રમો સાથે નેવી-ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો વાલસુરામાં યોજવામાં આવશે. આજે બેન્ડ કોન્સર્ટનું આયોજન કર્યું હતું. જવાનોએ દેશભક્તિના સોન્ગથી વાતાવરણ દેશભકિતમય કર્યુ હતું.
આમ તો દર વર્ષે નેવી દ્વારા યોજાતા બેન્ડ કોન્સર્ટનું લાખોટા લેક ખાતે આયોજન કરવામાં આવતું હોય છે. જોકે, આ વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે વાલસુરા ખાતે જ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર સ્થિત નેવીની પાખ INS વાલસુરા દ્વારા 4 ડિસેમ્બરને નેવી-ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે નેવી-ડેની સંધ્યાએ વાલસુરા ખાતે આવેલા નેવીના મથકમાં બેન્ડ કોન્સર્ટ સહિતના કાર્યક્રમો સાથે નેવી-ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતીય નેવી દ્વારા કરાંચી હાર્બરને નષ્ટ કરી ઝળહળતો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આજ દિવસે નેવી-ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ચાલો આપણે પણ નેવીના આ ઝળહળતા ઇતિહાસની શૌર્યગાથા અંગેની સફર કરીએ.
દેશભકિતના રંગે રગાયું વાલસૂરા
આર્મી, નેવી અને એરફોર્સ ભારતીય સેનાની ત્રણેય પાંખ દેશ સેવા માટે હંમેશા રહે છે. તત્પર અને આવી જ એક ઐતિહાસિક જીત કે જે ભારતીય નેવી દ્વારા 1971ની સાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન સાહસિકતા અને શૌર્ય સાથે પાકિસ્તાનના કરાચી હાર્બર પર 4 ડિસેમ્બરના રોજ ભારતીય નેવી દ્વારા સફળ હુમલો કરી કરાચી બંદર પર દુશ્મનોના હથિયારો નષ્ટ કરવામાં આવ્યા. ભારત પાકિસ્તાનના ઐતિહાસિક યુદ્ધમાં આ એક મહત્ત્વનો સફળ હુમલો સાબિત થયો ત્યારે આ ગૌરવપૂર્ણ દિવસને ભારતીય નેવી દ્વારા નેવી-ડે તરીકે મનાવવામાં આવે છે. જેની ઉજવણી ભારતીય નેવી દ્વારા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ આખા ભારતભરમાં ખૂબ ઉત્સાહ સાથે કરવામાં આવે છે.
જોકે આ વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે નેવી દ્વારા યોજાતી હાફ મેરેથોન દોડ રદ કરવામાં આવી છે.