જામનગર: અખિલ ભારતીય કિન્નર સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં કિન્નર સમાજ દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વિશ્વમાં શાંતિ સ્થપાઈ તેમજ જે મહામારીઓ આવી રહી છે તે મહામારીઓ સામે લોકોને રક્ષણ મળે તેવા ઉદ્દેશ્યથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતભરમાંથી અહીં કિન્નરો ઉમટ્યા છે અને મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
નવચંડી યજ્ઞનું આયોજન: મીડિયા સાથે વાત કરતા કિન્નર સમાજના આગેવાન અને ગોંડલ મઠના ગાદીપતિ શારદા દેએ જણાવ્યું કે વિશ્વમાં અનેક મહામારીઓ આવી રહી છે. ખાસ કરીને કોરોના તેમજ વાવાઝોડું ભૂકંપ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. લોકોને રક્ષણ મળે તે માટે ભારતભરના કિન્નર અહીં એકઠા થયા છે અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
કિન્નર સમાજની શોભાયાત્રા: અખિલ ભારતીય કિન્નર સમાજ દ્વારા દર ત્રણથી ચાર વર્ષે કિન્નર સમાજનું મહા સંમેલનનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આ વર્ષે જામનગરની પસંદગી કરવામાં આવી છે અને ભારતભરના કિન્નરો જામનગર ખાતે આવી પહોંચ્યા છે. બોપરે ત્રણ વાગ્યે જામનગર શહેરમાં કિન્નર સમાજની નીકળશે શોભાયાત્રા છે. ભંડારાનું પણ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે તેમજ સમગ્ર જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં લોકોને પ્રસાદી પણ આપવામાં આવશે. દેશભરમાંથી વિવિધ મઢના ગાદીપતી કિન્નર સમાજના મહાસમેલનમાં રહ્યા ઉપસ્થિતદર ત્રણ ચાર વર્ષે કિન્નર સમાજનું મહાસમેલન યોજાઈ છે.
અનેક રાજ્યોના કિન્નરોનો જમાવડો: અખિલ ભારતીય કિન્નર સમાજ દ્વારા યોજાયેલ મહાસંમેલનમાં ખાસ કરીને કિન્નર લોકો વચ્ચે અંદરના ઝઘડાઓ તેમજ પોતાના વિસ્તારો નક્કી કરવા વગેરે મહાસંમેલનમાં ચર્ચા કરવામાં આવે છે. ખાસ કરીને કિન્નર વચ્ચે થતા ડખાઓ પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે અને તેનું સુખદ સમાધાન મહાસંમેલનમાં થાય તેવા ઉદ્દેશ્યથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યના કિન્નરો જામનગર ખાતે આવ્યા છે અને કિન્નર મહાસંમેલનમાં હાજરી આપી રહ્યા છે.