જામનગરમાં હિન્દુઓની સાથે સાથે મુસ્લિમ સમાજે પણ આતંકી હુમલાને વખોડી કાઢ્યો છે અને સાથે જ આતંકી આકા હાફિઝ સઈદ સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના યુવકો, મહિલા અને બાળકો હાથમાં તિરંગા લઈને રેલી યોજી હતી. ત્યારબાદ શહીદ જવાનો માટે મૌન પાડીને પ્રાથના પણ કરવામાં આવી હતી.
સાથે સાથે મોદી સરકારને પાકિસ્તાન સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરી છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકી આકા હાફિઝ સઈદ જ ભારતમાં આતંકવાદી હુમલા કરીને દેશના જવાનોને શહીદ કરે છે. જે આતંકવાદીઓએ કાશ્મીરમાં જવાનોને શહીદ કર્યા છે, તે તમામને પકડીને કડકમાં કડક સજા કરવી જોઈએ.