- ભુજીયા કોઠા પાસેથી મનપાએ ચાર ગેરકાયદેસર દુકાનો તોડી
- ડોકયુમેન્ટ ના હોવાના કારણે મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
- શહેરમાં બે દિવસથી દબાણ દૂર કરવાની કાર્યવાહી
જામનગર: શહેરની મધ્ય આવેલા લાખોટા તળાવ પાસે આવેલા ભુજીયા કોઠા પાસેથી મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા ગેરકાયદેસર 4 દુકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. ભુજીયા કોઠા આજુબાજુમાં 45 જેટલી દુકાનો બનાવી છે. જેમાંની ચાર દુકાનદારો પાસે યોગ્ય ડોકયુમેન્ટ ના હોવાના કારણે મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું.
અગાઉ પણ આપવામાં આવી હતી નોટિસ
જ્યારે સીટી મામલતદારની ટીમ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી 25 જેટલાં ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા તમામ દુકાનદારોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં પણ કોઈ પ્રત્યુતર ન આવતા આખરે મહાનગરપાલિકાએ આ ચાર દુકાન ઉપર બુલડોઝર ફેરવ્યું હતું.