ETV Bharat / state

એક વિવાહ ઐસા ભી : સાસુએ વરરાજાનું ખેંચ્યુ નાક, કન્યાએ કર્યું, ટાટા-બાય બાય - Tradition of Pulling Nose of Groom at Wedding

જામનગરમાં એક ચોંકાવનારા લગ્ન સામે આવ્યા છે. લગ્ન વિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચતા ભારે બબાલ થઈ હતી. આથી, પ્રેમિકાએ લગ્નનો ઇનકાર કરતા જાન લીલા તોરણે પાછી (Jaan Returns to Jamnagar) ફરતા ચકચાર જોવા મળી હતી.

Jaan Returns to Jamnagar : સાસુને જમાઇનું 'નાક' ખેંચવું ભારે પડયું, જાન લીલા તોરણે પાછી

author img

By

Published : Jan 24, 2022, 7:38 AM IST

Updated : Jan 24, 2022, 12:13 PM IST

જામનગરઃ લીમડા ડેમ વિસ્તારમાં રહેતા એક યુવાન અને શહેરમાં જ રહેતી એક યુવતી કે જે બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બન્ને પરિવારોની સંમતિથી લગ્ન ગ્રંથીથી (Love Marriage in Jamnagar) જોડાવા જઈ રહ્યા હતા. લગ્ન વિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયા બાદ પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જાન (Jaan Returns to Jamnagar) લીલા તોરણે પાછી ફરી હતી.

ટીવી સીરીયલને પણ અચબામાં નાખે તેવો કિસ્સો બન્યા

બન્ને પક્ષ પોતાના ઘેર પાછા ફર્યા હતા, અને બંને પક્ષ દ્વારા તૈયાર કરાયેલું ભોજન પણ પડ્યું રહ્યું હતું. આ લગ્ન વિચ્છેદનને લઈને બન્નેના પરિવારો ભારે હત-પ્રભ બની ગયા છે. જામનગર શહેરમાં અતિ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા એક યુવાનને જામનગરની જે વાંજા જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, અને બન્ને એ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્ને ના પરિવારજનોએ સંમતિ આપી દીધી હતી.

પ્રેમીના પરિવાર દ્વારા પ્રેમિકાની માતાનો ઊધડો લેવાતાં હંગામો

20મી જાન્યુઆરીના દિવસે લગ્ન યોજાયા હતા. જેઓનો લગ્ન સમારંભ (Wedding Ceremony in Jamnagar) જામનગરની મધ્યમાં આવેલી એક હોટલમાં યોજાયો હતો. કોરોનાની ગાઈડલાઈનના સંદર્ભમાં બંને પક્ષે પોતપોતાના સગા સંબંધીઓને નિમંત્રણ આપી દીધા હતા. જેથી લગ્ન સમારંભ ચાલુ થઈ ગયો હતો. કન્યા પક્ષ દ્વારા વાજતે ગાજતે આવેલી જાન અને વરરાજાનું સામૈયુ કરવામાં આવી રહ્યું હતું.

કન્યાએ માતાનું અપમાન સહન ન થયું અને લગ્ન કર્યા રદ

કન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા (Tradition of Pulling Nose of Groom at Wedding) નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી. જેમાં સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર નાકને સ્પર્શ કરવાનું જણાવી અને તેમણે માત્ર વરરાજાના નાકને સ્પર્શ કર્યો હતો. બસ એટલું પણ પ્રેમિના પરિવારજનો સહન કરી શક્યા ન હતા, અને વરરાજાના કાકા સહિતના પરિવારજનોએ ભાવિ સાસુમાંનો ઉધડો લઇ નાખ્યો હતો. આ દરમિયાન કન્યાની પણ દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ હતી, અને ભારે રકઝક પછી કન્યાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી બન્ને પરિવારમાં ભારે સોંપો પડી ગયો હતો.

વરરાજાના નાકને સ્પર્શ કરવો વિઘ્ન બન્યું

આ ઉપરાંત કન્યા પક્ષ દ્વારા વર પક્ષને આપવામાં આવનારી ગિફ્ટ સહિતની સામગ્રીઓ પેકેટ બંધ પરત મોકલાવી દીધી હતી, અને જામનગરના એક પ્રેમી યુગલના પ્રેમ પ્રકરણનો સપ્તપદીના પગલા મૂકે તે પહેલાં જ અંત આવી ગયો હતો. માત્ર વરરાજાના નાકને સ્પર્શ કરવો જ લગ્નસંબંધના વિઘ્નનું કારણ બની ગયો હતું. આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી દીધી છે. તો કેટલાક કન્યાપક્ષના નિકટવર્તીઓએ કન્યાના હિંમતભર્યા પગલાને પણ આવકાર્યું છે.

આ પણ વાંચોઃ Possibility of a cyclone in Jamnagar : માછીમારોને પરત લાવવાની કામગીરી શરુ

આ પણ વાંચોઃ Corona In Jamnagar : જામનગર જિલ્લા જેલમાં કોરોનાનો પગ પેસારો, 17 કેદીઓ પોઝિટિવ

Last Updated : Jan 24, 2022, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.