જામનગર શહેરના પાંચ હાટડી ચાર રસ્તા પાસે રહેતા વેપારી જક્કાસ નામના યુવાનને હરીશ ગિરધર નંદા ,ચિરાગ હરીશ નંદા ,સલીમ બીલખા વાળો ,મુન્ના ઈબ્રાહીમ ચંદાણી, બે મહિલા તથા કારના ચાલક સહિતના શખ્સોએ વેપારીને પૂર્વ આયોજિત કાવતરુ રચી કેન્દ્ર સરકાર દ્વારા રદ કરાયેલી 500 અને 1000નાં દરની જૂની ચલણી નોટો કમિશન દ્વારા બદલી આપવા માટે વિશ્વાસમાં લીધા હતા. માર્ચની 28 તારીખે આ વેપારી યુવાનને આ શખ્સોના વિશ્વાસમાં 61.70 લાખની રદ થયેલી જૂની ચલણી નોટો આપવા માટે બોલાવ્યો હતો.
તે દરમિયાન આ શખ્સોએ વેપારીનું કારમાં અપહરણ કરી રૂપિયા 61.70 લાખની જૂની ચલણી નોટો પડાવી ગયા હતા. ત્યારબાદ આ શખ્સના કબ્જામાંથી મુક્ત થયેલા હુસેન કાસ નામના વેપારી આ બનાવ અંગે પોલીસમાં જાણ કરતા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી LCB PSI આર બી ગોજીયા તથા સ્ટાફ આ બનાવ અંગે બે મહિલા સહિત સાત શખ્સો વિરુદ્ધ છેતરપિંડી આચાર્યની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.