- જામનગરમાં મેગા કોરોના વેક્સિન ઝુંબેશ
- 39 સેન્ટર પર 7,170 લોકોએ લીધી કોરોના વેક્સિન
- જામનગરના શહેરીજનોમાં કોરોના વેક્સિન લેવા અંગે જોવા મળ્યો ઉત્સાહ
જામનગર : કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા હવે કોરોના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. જેના પગલે જામનગર મહાનગરપાલિકાના કમિશનરના આદેશ મુજબ સોમવારના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જામનગર શહેરના વિવિધ 30 જેટલા આરોગ્ય કેન્દ્ર પર 18 વર્ષથી 44 વર્ષની વયના લોકોને એક-એક આરોગ્ય કેન્દ્ર પણ 200 લાભાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો - 18થી 44 વય જૂથમાં કોરોના રસીકરણની કામગીરીમાં રોજના 30 હજાર બદલે 24 મે થી 1 લાખ ડોઝ અપાશે
7 હજારથી વધુ લાભાર્થીઓને અપાઇ કોરોના વેક્સિન
45 વર્ષથી વધુ વયના લોકોને એક-એક આરોગ્ય કેન્દ્ર પર 130 જેટલા લાભાર્થીઓને કુલ 9 આરોગ્ય કેન્દ્ર પર પ્રતિરોધક રસી આપવામાં આવી રહી છે, એકંદરે સોમવારે જામનગરમાં કુલ 39 આરોગ્ય કેન્દ્ર પર 7 હજારથી પણ વધુ લાભાર્થીઓને કોરોના વેક્સિન આપીને કોરોના રસીકરણ અભિયાનને જામનગર મહાનગરપાલિકા દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે. આ સાથે યુવાનો અને શહેરીજનો પણ ખુબ જ ઉત્સાહ સાથે તથા સરળતાથી કોરોના વેક્સિનેશન કેન્દ્રો પર કોરોના પ્રતિરોધક રસી લેવા માટે આવી રહ્યા છે.
આ પણ વાંચો -