ETV Bharat / state

જામનગરના કલેકટરે શાળાઓના આચાર્યશ્રીઓ સાથે કોરોના વાયરસ અનુસંધાને બેઠક યોજી - જામનગર દ્વારા હોટલ એસોસિએશનના સભ્યો સાથે કોરોના વાયરસ અનુસંધાને બેઠક યોજી

જામનગર કલેકટરે હોટલ એસોસિએશનના સભ્યો સાથે કોરોના વાયરસ અનુસંધાને બેઠક યોજી હતી. જેમાં કોરોના વાયરસની સંભવિત પરિસ્થિતિ સમયે કઇ રીતે સંકલન સાધી કામગીરી કરવામાં આવશે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ હોટલમાં કોઇ વિદેશી પ્રવાસી આવે કે આવનાર પ્રવાસીને તાવ, શરદી અને ઉધરસ જણાય તો સંભવત: શંકાસ્પદ કેસ માટે કયા પગલા લેવા તે અંગેની ચર્ચાઓ કરાઇ હતી.

KORONA
જામનગર કલેક્ટરે
author img

By

Published : Mar 7, 2020, 5:56 PM IST

Updated : Mar 7, 2020, 6:19 PM IST

જામનગર : આ બેઠક અનુસાર સંભવત: કોરોનાનો કોઇ શંકાસ્પદ કેસ જણાય તો તેને હોટલમાં જ તેમના રૂમમાં રાખી 104 નંબર પર તાત્કાલિક જાણ કરવી, તેમજ હોટલમાં સફાઇ કામ કરતાં સ્ટાફ કે રિસેપ્શન પર કામ કરતા સ્ટાફને હાથ ધોવા, આલ્કોહોલયુક્ત સેનીટાઇઝરનો ઉપયોગ કરવા તેમજ હોટલ ખાતે ઇન્ફ્રારેડ થર્મલ થર્મોમીટરનો ઉપયોગ કરવા કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકરીશ્રીએ અપીલ કરી હતી.

જામનગરની શાળાઓના આચાર્યશ્રીઓ સાથે કોરોના વાયરસ અનુસંધાને બેઠક યોજાઇ

આ ઉપરાંત કલેકટરે સાવચેતીના પગલાંઓ લેવા તેમજ આવશ્યક સમયે તંત્ર દ્વારા અને જી.જી. હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જામનગર દ્વારા ડ્રગ એસોસિએશનના સભ્યો સાથે કોરોના વાયરસ અનુસંધાને બેઠક યોજી હતી. જેમાં કોરોના વાયરસની સંભવિત પરિસ્થિતિ સમયે કઇ રીતે સંકલન સાધી કામગીરી કરવામાં આવશે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મેડિકલની દુકાનો પર કોઇ કફ, તાવ, માથાનો દુ:ખાવો, શરદી વગેરેની દવા માટે આવે તો તેમણે એક મહિનામાં ક્યાંય વિદેશ પ્રવાસ કે અન્ય રાજ્યના પ્રવાસ કરેલ હોય તો જાણવા તેમજ તત્કાલિક ડોકટરનો સંપર્ક કરવા વિશે સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટરે સભ્યોને સંભવત: કોરોના વિશેનો કોઇ શંકાસ્પદ કેસ જણાય તે દરમિયાન આવશ્યક માસ્ક, દવાઓ અને ઇન્ફ્રારેડ થર્મલ થર્મોમીટરનો સ્ટોક રાખવા તેમજ ભાવ નિયમન રાખવા તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. કલેકટર રવિશંકરે જામનગરની શાળાઓના આચાર્યો સાથે કોરોના વાયરસ અનુસંધાને બેઠક યોજી હતી. જેમાં કોરોના વાયરસની સંભવિત પરિસ્થિતિ સમયે કઇ રીતે સંકલન સાધી કામગીરી કરવામાં આવશે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારીએ કોઇ બાળકને તાવ, શરદી અને ઉધરસ જણાય તો તેને શાળાએ ન મોકલવા માટે અને વિના કારણે બાળકોને માસ્ક ના પહેરાવવા માટે વાલીઓને સૂચના દેવા જણાવ્યું હતું. આ બેઠકમાં એડીશનલ ડીનશ્રી ચેટરજીએ શાળાઓના આચાર્યશ્રીઓને નોવલ કોરોના વાયરસ રોગ વિશે બાળકોને જાણકારી આપવા, પર્સનલ હાઇજીન, ગ્રુપ હાઇજીન વિશેની રીત શીખવવા તેમજ કલેકટરશ્રીએ હાલની પરિસ્થિતિમાં વધુ લોકોને એકઠા ન કરવા એન્યુઅલ ફંકશન અને પેરેન્ટ-ટિચર્સ મીટીંગ ન યોજવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત કલેકટરશ્રીએ સાવચેતીના પગલાઓ લેવા તેમજ આવશ્યક સમયે તંત્ર દ્વારા અને જી.જી. હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Last Updated : Mar 7, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.