ETV Bharat / state

જામનગર કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી વિભાગોની બેઠક યોજાઇ - જામનગરમાં કોરોના

કોરોના મારામારીના પગલે પ્રધાનમંત્રી દ્વારા આજે લોકડાઉનની સમય મર્યાદા વધારી 3 મે સુધી કરવામાં આવી છે. જેને અનુસંધાને કલેક્ટર રવિશંકર દ્વારા વિવિધ વિભાગીય અધિકારીઓ-કર્મચારીઓ સાથે સંકલિત કામગીરી અંગેની ચર્ચાઓ માટે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરે વધુ સુદ્રઢીકરણ કરી સેનિટાઇઝેશનની કામગીરી તેમજ સેમ્પલ કલેક્શન અને ચેકિંગની વ્યવસ્થા અંગેની વાતચીત કરી હતી.

ો
જામનગર કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી વિભાગોની બેઠક યોજાઇ
author img

By

Published : Apr 14, 2020, 5:15 PM IST

જામનગર: આગામી દિવસોમાં લોકડાઉનનું સખ્તાઇથી પાલન થાય તે માટે કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરી સિલેક્ટિવ તેમજ એસેન્શિયલ બાબતો માટે લોકોની અવરજવર વગેરે વિષય પર ખાસ ચર્ચા કરાઇ હતી તેમજ ફુડ સપ્લાયની કામગીરી વધુ સુદઢ રીતે થાય તે અંગે નિર્ણય લીધા હતા.

જિલ્લા કલેક્ટરે દરેક ગામમાં પણ જે તે ગ્રામ વિસ્તારના અધિકારી ત્યાંના રાશનકાર્ડ ધારક ન હોય તેવા મજૂરો અને ખેત મજૂરોનું પણ ધ્યાન રાખી તેઓને તેમના સ્થળ પર ફૂડપે્કેટ કે રાશનકીટ મળી રહે તે અંગેનું માઈક્રો પ્લાનિંગ કર્યું હતું. જિલ્લામાં એક પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરીંગ કરીને લોકોને અન્ન પુરવઠા પૂરો પાડવાની કામગીરી થઇ રહી છે. તેને ગ્રામ્ય કક્ષાએ પણ વધુ ચોકસાઈપૂર્વક આયોજનબદ્ધ કરી શકાય તે માટે વહીવટી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

જિલ્લામાં હેલ્પલાઇન નંબર 1970 સતત કાર્યરત છે. પરંતુ સાથે જ જો કોઇને ફુડ પેકેટ કે રાશનની આવશ્યકતા હોઇ 0288-2541960 નંબર પણ કાર્યરત કરવામાં આવેલા છે. આ સાથે જ જામનગર મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં કોઇપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી ઉત્પન્ન થાય તો તે માટે કોર્પોરેશન દ્વારા 24x7 હેલ્પલાઇન નંબર:9909011502, 0288-2672208 શરૂ કરવામાં આવેલ છે. તેમજ જે.એમ.સી. ખાતે પાણી, ડ્રેનેજ, પશુ વગેરે માટે કમ્પ્લેન નોંધાવવા માટે પણ 180023013 નંબર 24x7 સતત કાર્યરત કરવામાં આવેલા છે.

આ બેઠકમાં એસ.પી શરદ સિંઘલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા વગેરે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.