ETV Bharat / state

જોડિયામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પોલીસ કર્મચારીઓ માટે ભોજન અને ચા-પાણીની વ્યવસ્થા કરાઈ

કોરોનાની ચાલી રહેલી મહામારીમાં 24 કલાક ફરજ બજાવતા પોલીસકર્મીઓ મોટે જોડિયા ગામના પટેલ પરિવાર દ્વારા પોલીસ, ખેત મજૂર, હોસ્પિટલમાં દાખલ દર્દી માટે ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેઓ છેલ્લા એક મહિનાથી આવી સેવા આપી રહ્યાં છે.

જોડિયામાં પોલીસ કર્મચારીઓ માટે ભોજન અને ચા પાણીની વ્યવસ્થા કરી આપતી સેવાભાવી સંસ્થા

author img

By

Published : Apr 24, 2020, 1:35 PM IST

જામનગર: કોરોનાની ચાલી રહેલી મહામારીમાં 24 કલાક ફરજ બજાવતા પોલીસકર્મીઓ મોટે જોડિયા ગામના પટેલ પરિવાર દ્વારા પોલીસ, ખેત મજૂર, હોસ્પિટલમાં દાખલ દર્દી માટે ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેઓ છેલ્લા એક મહિનાથી આવી સેવા આપી રહ્યાં છે.

કોરોના સંક્રમણની મહામારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનની પરિસ્થિતિમાં 24 કલાક પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત જનતાની સેવા કરવા ખડેપગે ફરજ બજાવતા કર્મચારી માટે જોડિયા ગામના પટેલ પરિવાર દ્વારા ભોજન અને ચા પાણીની સેવા કરવામાં આવી છે. જેમાં પોલીસ, હોમગાર્ડ, ગ્રામ રક્ષકદળના જવાનો તેમજ આરોગ્ય કર્મચારી દિવસ-રાત પોતાના ઘર પરિવારના સભ્યોને છોડીને પોતાની ફરજ ઉમદા પ્રકારે બજાવે છે. તેવા સરકારી કર્મચારીઓની વ્હારે આવતા પટેલ પરિવાર દ્વારા ભોજનની અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરકારી હોસ્પિટલમાં ડોક્ટર સહિતના તમામ સ્ટાફ અને ખેતરમાં કામ કરવા માટે આવેલા મજૂરોના પરિવારની બીમારીઓને કારણે દાખલ થયેલા દર્દીઓને પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને છેલ્લા એક મહિનાથી આવી સેવા કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.