ETV Bharat / state

Lumpy Virus in Gujarat : પશુપાલકોએ ડરવાની જરૂર નથી, પરંતુ આટલી સાવચેત રાખો! - cattle vaccination

જામનગરમાં લમ્પી વાયરસને લઈને (Lumpy Virus in Gujarat) સમીક્ષા તેમજ માર્ગદર્શન હેતુ કેન્દ્ર સરકાર દ્વારા સિનિયર સાયન્ટિસ્ટ સાથેની ટીમ જામનગર મોકલાઈ હતી. નિષ્ણાંતોએ પશુઓમાંથી ઇતરડી, લોહી, સીરમ, સ્કિન સ્ક્રેપિંગ સહિતના નમૂનાઓ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ટીમે અસરગ્રસ્ત પશુઓનાં પશુપાલકોને (Lumpy Virus in Jamnagar) જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Lumpy Virus in Gujarat : પશુપાલકોએ ડરવાની જરૂર નથી, પરંતુ આટલી સાવચેત રાખો!

author img

By

Published : Aug 5, 2022, 3:22 PM IST

જામનગર : જામનગર જિલ્લામાં પશુઓમાં જોવા મળી રહેલા લમ્પી સ્કિન (Lumpy Virus in Gujarat) રોગનો ફેલાવો અટકાવવા પશુપાલકો પશુ ચિકિત્સકોને માર્ગદર્શન પૂરું પાડવા કેન્દ્ર સરકાર દ્વારા સિનિયર સાયન્ટિસ્ટ સાથેની ટીમને (Lumpy Virus in Jamnagar) જામનગર મોકલવામાં આવી છે. આ રોગના ફેલાવાને અટકાવવા સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. જેનાં ભાગરૂપે જામનગર જિલ્લામાં આજે IVRI બરેલીના સિનિયર સાયન્ટીસ્ટ ડો.એસ.નંદી તેમજ ડો.કે. મહેન્દ્ર ગાંધીનગરથી મદદનીશ પશુ નિયામક નિલેન પટેલ સહિતના વિશેષજ્ઞોની એક ટીમે જિલ્લાના અલિયાબાડા ધ્રોલના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

પશુપાલકોએ ડરવાની જરૂર નથી, પરંતુ આટલી સાવચેત રાખો!

આ પણ વાંચો-વડોદરામાં લમ્પી વાયરસને પશુઓમાં ફેલાતો અટકાવવા પશુ ચિકિત્સકો ખડે પગે

પશુ વિભાગની ટીમે નમૂના લીધા - મુલાકાત દરમિયાન પશુ ચિકિત્સકોએ અસરગ્રસ્ત પશુઓમાંથી ઇતરડી, લોહી, સીરમ, સ્કિન સ્ક્રેપિંગ નાક તથા (Cattle Lumpy Vaccine) મોઢામાંથી સ્વેબ સહિતના નમૂના લઈ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. તેમજ સારવાર માટેની ગાઇડલાઇન, વેકસીનેશન,આઇસોલેશન તથા રિહેબીલેશન વોર્ડમાં કેવી કાળજી રાખવી વગેરે અંગે પશુપાલકોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પશુઓના રહેઠાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને રોગીષ્ટ પશુને તાત્કાલિક (Jamnagar Vaccination in Cattle) અન્ય પશુઓથી અલગ કરીને માવજત કરવી અગત્યનું છે. અન્ય પગલાંઓમાં પશુઓનાં રહેઠાણમાં મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે ન થાય તે માટે યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ.

લમ્પી વાયરસ
લમ્પી વાયરસ

આ પણ વાંચો- લમ્પી બીમારીએ વધારી ચિંતા, જામનગર જિલ્લામાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો

મદદનીશનું માર્ગદર્શન - મદદનીશ પશુ નિયામક નિલેન પટેલે જણાવ્યું હતું કે, પશુપાલકોએ આ રોગથી ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. તેમણે પોતાના પશુઓમાં જો આ રોગનાં લક્ષણો દેખાય તો સૂચવાયેલી સારવાર ઝડપથી શરૂ કરવી જોઈએ. સારવાર વિશે (cattle vaccination) માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, લમ્પીને અટકાવવા માટે સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે (lumpy skin vaccine) હાલ ચાલી રહી છે. આ મુલાકાત દરમિયાન ડો.હિતેશ કોરીંગા, ડો. કે.કે.ગોરીયા, ડો.રાકેશ પટેલ, ડો.રમેશ સંતોકિ સહિતના પશુપાલન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પશુપાલકો-ગ્રામજનો સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.