ETV Bharat / state

Jamnagar news: જામનગરમાં 'લવજેહાદ', પરિણીત વિધર્મી યુવકે હિન્દુ નામ રાખીને યુવતીનું શારીરિક શોષણ કર્યુ - હિન્દુ નામ રાખીને યુવતીનું શારીરિક શોષણ કર્યુ

જામનગરના રણજીત રોડ નદીપામાં રહેતો અને ખોડીયાર કોલોનો પાસેના મોલમાં નોકરી કરતા વિધર્મી યુવકે હિન્દૂ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. હિન્દુ યુવતિને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી અત્યંત પીડા જન્માવે તેવો કિસ્સો સામે આવતા જામનગર સહિત ગુજરાત ભારે ચકચાર મચી છે.

love-jehad-in-jamnagar-married-muslim-youth-physically-abused-the-girl-by-using-hindu-name

author img

By

Published : May 9, 2023, 7:09 PM IST

જામનગર: જામનગરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવત ચકચાર મચી ગયો છે. વિધર્મી યુવકે હિન્દૂ હોવાની ઓળખ આપી લાંબા સમય સુધી યુવતીનું શારીરિક શોષણ કરતો રહ્યો. યુવતીને જયારે આ વાતની જાણ થઇ તો યુવક હિન્દૂ ધર્મ અંગીકાર કરી લેશે તેમ કહીને શારીરિક શોષણ ચાલુ રાખ્યું. વિધર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગુપ્તરાહે કાર્યવાહી કરી તેને જેલ હવાલે કર્યો છે.

હિન્દુ નામ રાખીને યુવતીનું શારીરિક શોષણ કર્યુ: હાલ ભારતભરમાં હાલ "ધ કેરેલા સ્ટોરી" નામની ફિલ્મની ચોતરફે ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મમાં લવ જેહાદનો મુદ્દો ઉઠાવવામાં છે, જ કિસ્સો જામનગરમાં બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, વિધર્મીએ હિંન્દુ બનીને યુવતિને ફસાવી અને તેનું સતત શારીરિક શોષણ કર્યુ ત્યાં સુધી કે, યુવતિને આની ખબર ન પડી, યુવતિને ખબર પડી જતાં તે ભાંગી પડી હતી અને વિધર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગુમરાહે કાર્યવાહી કરી તેને જેલ હવાલે કર્યા છે.

ખોટા આધાર-પૂરાવા બનાવી યુવતીને રાખી અંધારામાં: પોલીસ ફરિયાદ અનુસાર જામનગર શહેરના પોશ વિસ્તારમાં રહેતી હિન્દુ પરીવારની 22 વર્ષીય યુવતિને ખોટા નામ ધારણ કર્યો હિન્દુ બનીને વિધર્મી શેફુલાખાન આરીફખાન લોહાણી નામના શખસે વિશ્વાસમાં વધુ પ્રેમસંબંધ બાંધેલો અને હિન્દુ જ્ઞાતિના રીવાજ મુજબ ખોટા લગ્નની વીધી પણ કરવી તે પછી તેની સાથે શારીરીક સંબંધ બનાવ્યો છે. પોતે હિન્દુ હોવાની ઓળખ આપી તેના ખોટા આધાર પૂરાવા બનાવી યુવતિને વિશ્વાસમાં લીધી હતી, આ બાદ યુવતિને જાણ થઇ હતી કે, તે વિધર્મી છે તો યુવતિ પર આભ ફાટી પડ્યું હતું, પરંતુ તેને ફરી યુવતિને વિશ્વાસમાં લઇ પોતે હિન્દુ ધર્મ અંગીકાર કરી લેશે તેમ કહી અવાર નવાર સૈફુલાખાન આરીફખાન લોહાણીએ ફરી શોષણ કર્યું. આ બાદ તે યુવતિ સાથે પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યો હતો.

  1. Rape In Delhi : ગાઈડે વૃદ્ધ અમેરિકન મહિલાને બનાવી હવસનો શિકાર, ભારતમાં આવ્યા હતા ફરવા
  2. Chhota Udepur Crime News : છોટાઉદેપુરમાં લગ્નની ના પાડતા નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની કરી નિર્મમ હત્યા

પોલીસ તપાસ તેજ: થોડા સમય બાદ યુવતને જાણ થઇ કે તે વિધર્મી યુવક પરિણીત છે, જેથી યુવતિએ તરત જ તેનું ઘર છોડી દીધું હતું. આ આખું પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો જેથી યુવતી ભાંગી પડી હતી અને તેના પરીવારને જાણ થતાં જ તેઓએ શેફુલાખાન આરીફખાન લોહાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પોલીસ દ્વારા અત્યંત ગુમરાહ રાખવામાં આવી હતી અને શેફુલાખાન આરીફખાન લોહાણી નામના વિધર્મીને પકડીને જેલમાં પણ ધકેલી દીધો છે. સમગ્ર મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે યુવતીની ફરિયાદ નોંધી અને આરોપીને દબોચી લીધો છે અને પૂછપરછ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે. સમગ્ર મામલે કેસ કોર્ટમાં ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.