રસુલનગર ગામમાં દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાનો પ્રતીક ભટ્ટે આક્ષેપ કર્યો હતો અને રસુલનગરને મીની પાકિસ્તાન ગણાવ્યું હતું. ત્યારે મંગળવારના રોજ રસુલનગરના રહીશો મોટી સંખ્યામાં મંગળવારના રોજ લાલ બંગલાથી જિલ્લા પોલીસ વડાની કચેરી સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું.
સ્થાનિકોએ માંગ કરી છે કે, પ્રતીક ભટ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમની પાસે રસુલનગરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાના પુરાવા હોય તો પુરાવા રજૂ કરે હિન્દુ-મુસ્લિમ વચ્ચે તિરાડ ઊભી કરવામાં હિન્દુ સેનાના સભ્યો કામગીરી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.