જામનગર શહેરની જી.જી.હોસ્પિટલમાં શુક્રવારે વહેલી સવારથી જ ગાયનેક વિભાગમાં લિફ્ટ બંધ થઈ જતા દર્દીઓ પરેશાન બન્યા હતા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા સામાન ઉપર લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે. ઈટીવી ભારતની ટીમ જ્યારે હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પહોંચી ત્યારે હોસ્પિટલ સ્ટાફ ઉપલા માળેથી સામાનની નીચે ફેંકતો કેમેરામાં કેદ થયો છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે જેમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જોકે, આ દર્દીઓને યોગ્ય સુવિધા ન મળવાના કારણે અનેક વખત હેરાન-પરેશાન કરતા જોવા મળે છે.જામનગરની જી.જી.હોસ્પિટલમાં રોજ બેથી ત્રણ લિફ્ટ બંધ હાલતમાં હોય છે.