ETV Bharat / state

જામનગર: જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં રોડ રસ્તા અને આરોગ્ય માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ - The last general meeting of Jamnagar District Panchayat was held

જામનગર જિલ્લા પંચાયતની શુક્રવારે છેલ્લી સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભા કલેકટર કચેરીમાં પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

etv bharat
જામનગર: જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભા યોજાઈ,રોડ રસ્તા અને આરોગ્ય માટે ત્રણ કરોડ સભ્યોની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી.
author img

By

Published : Sep 18, 2020, 8:01 PM IST

જામનગર: જામનગર જિલ્લા પંચાયતની શુક્રવારે છેલ્લી સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભા કલેકટર કચેરીમાં પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

etv bharat
જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં રોડ રસ્તા અને આરોગ્ય માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી બચત થયેલા અત્યાર સુધીના રૂપિયા 3 કરોડ આરોગ્ય અને રોડ રસ્તા માટે વાપરવાનો ઠરાવ સર્વાનુમતે પાસ થયો હતો.જિલ્લા પંચાયતના પ્રમુખ નયના માધવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં સભ્યોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને અધિકારીઓ સાથે વન ટુ વન વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. સાથે જ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માગ સભ્યોએ કરી હતી.

જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રસ્તામાં મસમોટા ખાડા પડયા છે ત્યારે રસ્તાનું કામ તાત્કાલિક કરવામાં આવે તે અત્યારે ખૂબ જરૂરી છે.બીજી બાજુ કોરોનાની મહામારી પણ જિલ્લામાં ઝડપીથી ફેલાઈ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નવા કેસ નોંધાયા છે ત્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આરોગ્ય માટે પણ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.