આ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની દીકરીઓને ખુબ સંતોષકારક રીતે લાભ મળ્યો છે. જામનગર જિલ્લામાં આર્થિક,સામાજિક, શૈક્ષણિક રીતે પછાત અને અનુસૂચિત જાતિની કુલ 353 દીકરીઓને મામેરા પેટે અંદાજિત 28 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિની કુલ 280 અને અન્ય પછાત વર્ગની કુલ 73 કન્યાઓએ આ લાભ મેળવ્યો છે.
આ યોજનાથી લાભાર્થી નિશિતાબેન રાજન કહે છે કે, રાજ્ય સરકારની આ યોજનાથી મારા પિતાની ચિંતા દુર થઈ હતી. જેથી તેઓ ખુશીથી મારા લગ્ન કરાવી શક્યા છે. આ અંગે મયુરીબેન હિરજીભાઈએ પણ સરકારની આ યોજનાને દીકરીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. માતા-પિતાની ચિંતાને સમજી દીકરીઓના પ્રસંગે માતા-પિતાનો ટેકો બનતી આ યોજના સંવેદનશીલ રાજય સરકારનો લોકપ્રતિ સંવેદનશિલતાનો ભાવ પ્રદર્શિત કરે છે.