જામનગર: જિલ્લાના કલાવતીબેન હાલમાં ધ્રોલ તાલુકાના જાયવા PHCના સબ સેન્ટર ખાતે C.H.O તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પોતાના પતિ અને 8 મહિનાની દિકરીને લઈને તાપમાં રાજકોટ પડધરી હાઈવે પર દેડકદળ ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે તેમના પતિ ટાઈફોઇડની અસર હોવા છતાં બાળકીને સાચવે છે. કલાવતીબેન રોટેશન મુજબ અલગ અલગ ૩ ટાઈમમાં આવતી શિફ્ટ પર કામ કરી રહ્યા છે.
8 મહિનાની દિકરીને લઇને ફરજ બજાવતા જામનગરના કોરોના વોરિયર - કોરોના વાઇરસની મહામારી
કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકોની સુરક્ષા માટે પરિવારની ચિંતા મુકીને ખડેપગે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડી રહ્યા છે. પોતાનું જીવન, સંજોગો, તબિયતની ચિંતા કર્યા વગર લોકડાઉનના સમયમાં કોરોનાના સંક્રમણ સામે ઢાલ બનીને રક્ષણ કરતા આવા જ એક કોરોના વોરિયર છે કલાવતીબેન.
8 મહિનાની દિકરીને લઇને ફરજ બજાવતા જામનગરના કોરોના વોરિયર કલાવતીબેન