જામનગર: આજે સમગ્ર રાજ્યમાં જુનિયર પરીક્ષાનૃ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે વડોદરામાં એક વિદ્યાર્થી પાસે પેપર મળી આવતા સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કુલ 80 સેન્ટર પર જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં 26882 વિધાર્થીઓ પરીક્ષા આપનાર હતા પણ પરીક્ષા રદ થતા વિધાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
વિદ્યાર્થીઓને સમસ્યા: Etv ભારત સાથે વાત કરતા વિધાર્થીઓએ જણાવ્યું કે સરકારની બેદરકારીનો અનેક ગરીબ વિધાર્થીઓ શિકાર બન્યા છે. છેક જુનાગઢ, મોરબી અને ગીર સોમનાથથી વિધાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. સુરેન્દ્રનગરના હળવદથી આવેલા વિદ્યાર્થીઓ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે કારણ કે રાજ્ય સરકાર કોઈપણ જાતની જવાબદારી લેતી નથી જેના કારણે અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટે છે.
જામનગરનું રાજકારણ ગરમાયું: આમ જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા જામનગરનું રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહેમદ ખવાય આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે રાજ્ય સરકારની આ ઘોર બેદરકારી છે. પેપર લીક થવાય રાજ્યમાં હવે એક આદત બની ગઈ છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ગરીબ વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા માંથી એસટી મારફતે પરીક્ષા આપવા જેતે જિલ્લામાં ગયા હતા અને પરીક્ષા આપે તે પહેલા જ આ પેપર લીક થયું છે.
આ પણ વાંચો Junior Clerk Paper Leak Case: પેપર લીક મામલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ, ATS એ 15 શકમંદોની કરી ધરપકડ
સૂત્રોચ્ચાર કરીને વિરોધ: જામનગર એસટી ડેપો ખાતે ABVP ના કાર્યકર્તાઓ વહેલી સવારે પહોંચ્યા હતા. અહીં તેમણે સૂત્રોચાર કરી અને વિરોધ કર્યો હતો. જો કે વિદ્યાર્થીઓ પણ આ સૂત્રોચારમાં જોડાયા હતા. બાદમાં પોલીસ કાફલો આવી પહોંચતા સમગ્ર મામલો થાડે પડ્યો હતો.
આ પણ વાંચો Junior Clerk Exam Paper leak case: પેપર લીક કૌભાંડ મામલે કોંગ્રેસે સરકાર પર કર્યા આકરા પ્રહાર
15 શકમંદ લોકોની અટકાયત: રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને કારણે 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 15 લોકોની અટક કરી છે