ETV Bharat / state

જામનગર પોલીસે લોન્ચ કરી 'જન સારથી' એપ, IPS સફિન હસને કરી કરી etv સાથે ખાસ વાતચીત

જનસારથી એપ દ્વારા હોમ ડિલેવરી, મેડીકલ ચેક-અપ, પ્રાથમિક જરૂરિયાત માટે મદદ, શ્રમિકો પરપ્રાંતિયો માટે મદદ જેવી સુવિધા મેળવી શકાશે.

ો
જામનગર પોલીસે લોન્ચ કરી 'જન સારથી' એપ, IPS સફિન હસને કરી કરી etv સાથે ખાસ વાતચીત
author img

By

Published : Apr 12, 2020, 12:20 AM IST

જામનગર:લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખી જામનગર પોલીસ દ્વારા લોકોને આવશ્યક ચીજ-વસ્તુઓ ઘર બેઠાં ઉપલબ્ધ થાય તે માટે જન સારથી એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ પ્રોબેશન એએસપી સફીન હસન અને જામનગર પોલીસની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એપ્લીકેશન હાલમાં પોર્ટલ રૂપે લોન્ચ કરવામાં આવી છે.

જામનગર પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લીકશન મારફત જામનગરના લોકો પોતાના નજીકના દૂકાનદારો પાસેથી શાકભાજી, ફળ, દવાઓ વગેરે મેળવવા માટે ફોન પર ઓર્ડર નોંધાવી શકશે. નોંધાયેલો ઓર્ડર જે-તે દુકાનદાર પોલીસ અધિકૃત હોમડીલેવરી એજન્ટ દ્વારા તમારા ઘર સુધી પહોંચાડશે. આ ઉપરાંત શહેરના કોઇ વ્યકિતને સ્વાસ્થ્ય ચકાસણીની આવશ્યકતા ઉભી થાય કે કોરોના સંબંધિત લક્ષણો જણાતા તંત્રને જાણ કરવી હશે તો વીડિયો રીકવેસ્ટ રેકોર્ડ કરીને આ એપ પર અપલોડ કરી શકાશે.

જામનગરના કવોરોન્ટાઈન વિસ્તારમાં પાણી-વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતની સુવિધા ન મળતી હોય તો લોકો પોલીસને ફોટો, વીડિયો અથવા ટેકસ મેસેજ સ્વરૂપે મોકલી શકશે. જામનગરમાં પરપ્રાંતિયો અને શ્રમિકો દ્વારા થતાં સ્થળાંતરના ફોટો પણ અપલોડ કરીને રિપોર્ટ કરી શકાશે. જેના લોકેશનના આધારે પોલીસ તરત પગલાં લઇ શકશે. આ ઉપરાંત ફેકટરી માલિક દ્વારા કોઇ કામદારોનું ધ્યાન રાખવામાં આવતું ન હોય તો તેનું રિપોર્ટીંગ પણ કરી શકાશે. તદઉપરાંત શહેરના સેલ્ટર હોમના લોકેશન, કોરોના હોટસ્પોટ મેપીંગ, નોટિફિકેશન વગેરે જાણકારી પણ આ એપ દ્વારા મળી રહેશે.
ઉપરોકત સુવિધા ઉપરાંત હોમ ડિલેવરી આપવા માટે રસ ધરાવતા વેપારીઓ પણ રજીસ્ટે્રશન કરાવી શકશે. પોલીસના ઈન્ટરફેશ દ્વારા કવોરોન્ટાઈન થયેલા લોકોનું મોનીટરીંગ પણ કરવામાં આવશે. લોકો તરફથી આવતી ફરિયાદ અને ફિડબેક દ્વારા તુરંત પગલાં લેવામાં આવશે.
આ એપ્લીકેશનની સેવા મેળવવા માટે http://www.jansarthi.in પરથી રજીસ્ટે્રશન કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.