ETV Bharat / state

વિવાહ ફિલ્મને વાસ્તવિકતામાં ફેરવતી જામનગરની પ્રેમ કહાણી - love story

જામનગર: કહેવાય છે કે, પ્રેમ આંધળો  હોય છે. તેમાં માત્ર લાગણી અને વિશ્વાસ મહત્વનો હોય છે. પોતાની જાતને ભૂલાવીને થાય તે પ્રેમ. આ બધી વાતો વાંચીએ ત્યારે બધી વાતો તમને પુસ્તકીયા લાગતી હશે. પણ આવા જ પ્રેમને સાકાર કરતી એક પ્રેમ કહાણી  તેમને આ વાતને માનવા પર મજબૂર કરશે.  મિત્રો આ  કહાણી તમને  વિવાહ ફિલ્મની યાદ અપાશે. જેણે  લોકોને પ્રેમની સાચી વ્યાખ્યા આપી હતી.

વિવાહ ફિલ્મને વાસ્તવિકતામાં ફેરવતી જામનગરની પ્રેમ કહાણી
author img

By

Published : Jun 16, 2019, 3:19 PM IST

આ પ્રેમ કહાણી છે જામનગરના ડબાસગ ગામમાં રહેતી હીરલની તનસુખભાઇ વડગામાની. 28 માર્ચના રોજ હીરલની સગાઇ જામગનરના ચિરાગ સાથે થઇ હતી. ઉનાળામાં તેમના લગ્ન લેવાના હતા. બંને પોતાના જીવનની નવી શરૂઆત કરવાના હતા. ત્યાં તો એક અકસ્તાતે બંને સપનાઓને રોળી નાંખ્યા.

હીરલ 11 મેના રોજ ઘરકામ કરતી હતી. ત્યારે બારી પાસે પોતું સૂકવવા જતાં તેને અચાનક હાઇટેન્શન વાયર તૂટીને તેના હાથ પડ્યો. ત્યાં જ તેનો હાથ બળી ગયોને પગાંથી પણ કરંટ પસાર થયો. હીરલની દર્દનાક હાલત જોઇને ઘરના બધા ગભરાઇ ગયા. તેને તાત્કાલિક જામગનરની જી.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ચાર દિવસ થયા હોવા છતાં તેની હાલતમાં કોઇ ફર્ક ન પડતાં તેને સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવી. પળે પળ હીરલની સ્થિતિ વધુને વધુ દર્દનાક થતી હતી. તેની ચીસોથી દવાખાનું ગુંજી ઉઠ્યું હતુ.

ડૉક્ટરે તેની હાલત જોતા તાત્કાલિક સારવાર શરૂ કરી. ડૉક્ટરે જણાવ્યું કે, કરંટ લાગવાના કારણે હીરલના બંને પગ કાપવા પડશે. આ વાતથી હીરલના પરિવારના પગ તળ્યેથી જમીન ખસી ગઇ. જે દીકરીને થોડા સમય બાદ સાસરે વળાવવાની હતી. તે હવે બીચારી બાપડી બની ઘરમાં ગોદાઇ રહેશે. આ કેવું ભાગ્ય ??

હીરલના અકસ્માતની ખબર તેના સાસરામાં કરાઇ. બધા હતું કે, આ ખબર સાંભળીને તેના સાસરીવાળા સગાઇ તોડી નાખશે, અને દીકરાનું સગપણ બીજે નક્કી કરશે. તેમની દીકરી એકલી અટુલી રહી જશે. પણ કહેવાય છે કે, પ્રેમને કોઇ પરીક્ષાની જરૂર હોતી નથી.

હીરલના અકસ્માતતી શોકમયનું બનેલા વાતાવરણમાં અચનાક ખુશીનો પવન છવાયો. ઘરમાં સૌના ચહેરા પર ચમક આવી ગઇ. જ્યારે તેમણે હીરલના મંગેતરનો જવાબ સાંભળ્યો.ચિરાગે હીરલને જોઇને તેનાથી દૂર ભાગવાને બદલે તેણે હીરલનો સાથ આજીવન નીભાવવાનું વચન આપ્યું. હીરલને ચિરાગની વાતો સપના સમી લાગતી હતી. પણ આ હકીકત હતી.

આમ, જામનગરમાં એક સુંદર પ્રેમ કહાણીએ લોકોને જીવતા કર્યા.

GJ_JMR_01_16JUN_LOVE_STORY_7202728

જામનગર:લાલપુરના ડબાસંગની હિરલ અને ચિરાગની અજબ પ્રેમની ગજબ કહાની...

ફોટો સ્ટોરી

જામનગર જિલ્લાના યુવક-યુવતીની અનોખી લવ સ્ટોરી સામે આવી છે...આ કહાનીમાં રીયલ લવ છે...ઇમોશન છે અને અદભુત પ્રેમનું સમર્પણ છે...વોટ્સએપ અને ફેસબુકના જમાનામાં પ્રેમનો પાસવર્ડ બદલાતો જાય છે....હવે યુવક યુવતીઓ પ્રેમ તો કરે પણ તેનું આયુષ્ય ટૂંકું હોઈ છે....વીજ કરંટથી હાથ-પગ ગુમાવનારી હિરલ અને ચિરાગની પ્રેમ કહાની બોલીવુડની ફિલ્મને ટક્કર મારે તેવી છે.....હિરલને અકસ્માતે વીજ કરંટ લાવતા બંને પગ અને એક હાથ ગુમાવવો પડ્યો છે...જો કે હજુ થોડા સમય પહેલા જ હિરલ અને ચિરાગની સગાઈ થઈ છે.. જી હા.મંગેતર ચિરાગ હવે હિરલ સાથે જ લગ્ન કરી જીવનભર સાથ આપશે..

આમ તો સપ્તપદીના ફેરા ફરે એટલે યુગલ સાત જન્મના બંધને બંધાઈ જાય છે. પછી જીવનમાં જે પણ તડકા-છાંયા, સુખ-દુઃખ આવે તેમાં એકબીજાનો સાથ આપવાના વચન પૂરા કરે છે.. પરંતુ અહીં વાત જરાક અલગ છે અને કોઈ પણ સાંભળે તો એમ જ કહેશે કે આવું તો ફિલ્મોમાં બને, વાસ્તવિક જીવનમાં નહીં. રિલ લાઈફની ભલભલી ઈમોશનલ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી રિયલ લાઈફ સ્ટોરી તો જામનગરનો ચિરાગ અને હીરલ જીવવા જઈ રહ્યા છે. આ બંનેની કહાણીની ખૂબી જ એ છે કે, તેઓ જીવનના તડકા-છાંયાને પહેલા જીવી રહ્યા છે અને સપ્તપદીના ફેરા હવે ફરવા જઈ રહ્યા છે.

જામનગરના ડબાસગ ગામમાં રહેલી 18 વર્ષીય હીરલ તનસુખભાઈ વડગામાની સગાઈ ગત 28 માર્ચના રોજ જામનગરના ચિરાગ ગજ્જર સાથે થઈ હતી....

યુગલના લગ્ન ઉનાળામાં કરવાનું પરિજનોએ નક્કી કર્યું હતું...પરંતુ ભાગ્યને કાંઈ ઓર જ મંજૂર હતું. ગત 11 મેના રોજ બપોરે હીરલે પોતાના ઘરે કચરા-પોતું કર્યું હતું. ભીનું પોતું સૂકવવા હીરલ બારીમાં ગઈ અને સૂકવવા હાથ બહાર કાઢ્યો ત્યારે અચાનક જ મોટો હાઈટેન્શન વાયર તૂટી અને હીરલના હાથ પર પડ્યો હતો....વીજ શોક લાગતા હીરલનો હાથ ત્યાંને ત્યાં જ બળી ગયો અને બને પગમાંથી પણ કરંટ પસાર થયો હતો..

દાઝેલી હિરલને તાત્કાલિક સારવાર માટે જામનગર જી.જી હોસ્પિટલમાં લવાઈ હતી..અહીં ચાર દિવસ હિરલની સારવાર કરવામાં આવી પણ કોઈ ફર્ક ન જણાતા પરિજનો હિરલને વધુ સારવાર માટે અમદાવાદ લાવ્યા હતા.....

બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલી હિરલની હાલની સ્થિતિ જોતા ડોક્ટરે એવું કહ્યું કે, હીરલનો જમણો હાથ અને બન્ને પગ ઢીંચણ સુધી કાપવા પડશે....આખરે હિરલના બંને પગ તથા એક હાથ કાપવામાં આવ્યો છે.....લવ સ્ટોરીમાં ઈમોશન શરૂ થયું હતું...કારણ કે બે પરિવારમાં દુઃખ અને દર્દ તથા લાગણી અને પ્રેમનો સવાલ આખરે વિજેતા થયો છે...

હીરલના માતા-પિતાના માથે તો જાણે આભ તૂટી પડ્યું.વહાલી દીકરીની સગાઈ થઈ ગઈ અને હવે આવી આફત આવી પડી. આખી જિંદગી જેની સેવા-ચાકરી કરવી પડે તેવી છોકરી સાથે તેનો ભાવિ પતિ સંસારમાં ડગ માંડશે કે કેમ તે પ્રશ્ન થઈ ગયો હતો....જો કે ચિરાગ અને તેનો પરિવાર હિરલની હાલની સ્થિતિને જોયા વિના લગ્ન તો હિરલ સાથે જ કરવામાં આવશે...અને ચિરાગે આવી હાલતમાં પણ હિરલને આખી જિંદગી સાથ આપવાનું નક્કી કર્યું જે પ્રેમનું અદભુત સમર્પણ છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.