જામનગર : મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલ બજેટ અંગે સાઈઝ સમિતિના સભ્યોએ ચર્ચા કરી હતી, જે કરબોજ નાખવામાં આવ્યા હતા. તેમાં મહાનગરપાલિકાએ પોઝિટિવ વલણ અપનાવ્યું છે.વોટર ચાર્જીસમાં પણ રૂપિયા 100નો વધારો કર્યો છે.
જામનગર મહાનગરપાલિકાના બજેટમાં પાણી ચાર્જમાં રૂ.100નો વધારો મંજુર કરાયો છે, અને મ્યુનિ.કમિશનરે સૂચવેલા કુલ રૂ.19 કરોડના કરબોજ પેકી 15 કરોડનો વધારો સ્થાયી સમિતિએ ફગાવ્યો છે.શહેરના વિવિધ વિકાસ કામો કરવા બજેટમાં જોગવાઈ કરાઈ છે.