'ગર્ભદીપ' શબ્દ પરથી ગરબો શબ્દ બન્યો છે. નાના શેરી ગલ્લાથી લઈને પાર્ટી પ્લોટમાં પણ માતાજીના ગરબાની સ્થાપના કરવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની પૂજા અર્ચના તેમજ આરાધના કરી ગરબે ઘુમે છે અને દશેરાના દિવસે ગરબાનું વિસર્જન કરવામાં આવે છે.
એક બાજૂ બજારમાં ચાઈનીઝ ગરબા તેમજ દીવડાઓ મળી રહ્યા છે તો બીજી બાજૂ માટીના ગરબાઓની માંગ પણ એટલી જ યથાવત છે. હાલ બજારમાં માટીના ગરબાની કિંમત 30 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી જોવા મળી રહી છે, ત્યારે માઇ ભક્તો હોંશે હોંશે ગરબા ખરીદી રહ્યા છે.
જો કે, હાલમાં દેશ મંદીનો સામનો કરી રહ્યું છે જેમાં માટીના ગરબા બનાવતા કારીગરો પણ બાકાત નથી. કારીગરોનું કહેવું છે કે, આ વર્ષે જોઈએ તેટલી ગરબાની ખરીદી થતી નથી.