રાજ્યભરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. જેને નાથવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ આરોગ્યની ટીમ ડોર ટુ ડોર સર્વે કરી રહી છે. જામનગરમાં પણ આ કામરગીરી હેઠળ સર્વે કાર્ય હાથ ધરાયું હતું. તે દરમિયાન ફોગીંગ મશીન બંધ થતાં કોર્પોરેટર જેનબ ખફી અને ડૉકટર વચ્ચે રકઝક થઈ હતી. વાતચીત ઉગ્ર થતાં કોર્પોર્ટરે ડૉક્ટરને લાફો મારી દીધો હતો.
આ ઘટનાને બાદ તમામ હેલ્થ વર્કરો અને ડૉક્ટર મહાનગરપાલિકા ખાતે એકઠાં થયા હતાં અને મનપા કમિશ્નરને ઘટનાની રજૂઆત કરીને યોગ્ય પગલા લેવાની માગ કરી હતી. સાથે જ્યાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આરોગ્યલક્ષી કાર્યોથી અડગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.