જામનગરના હાપા વેલનાથ સોસાયટીમા છેલ્લા ત્રણ મહિનાથી વરસાદી પાણી ભરાયું હતું. ઈટીવી ભારતે વેલનાથ સોસાટીના સ્થાનિકોની મુલાકાત લીધી હતી. જે દરમિયાન સ્થાનિકોએ પોતાની વ્યથા રજૂ કરતા રોષ ઠાલવ્યો હતો.
જામનગર સરકારી તંત્રના મતે તમામ સોસાયરીમાં દવોનો છટકાવ કરવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક પ્રમાણે હજી સુધી જામનગર મનપાના કોઈ અધિકારીઓએ સોસાયટીની મુલાકાત લીધી નથી. સ્થોનિકોએ રજૂઆત કર્યાં છંતા પણ મનપાએ કોઈ એકશન ન લેતા વેલનાથ સોસાયટી રોગચાળાના ભરડામાં છે.
ઉલ્લેખનીય છે કે, વેલનાથ સોસાયટીમાં ધરે ધરે માંદગીની પથારી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, વરસાદી પાણી ભરાયા છે. જેમાં મોટા પ્રમાણમાં ડેન્ગયુના મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેનો સીધો ભોગ સ્થાનિકો બની રહ્યાં છે.
ગુજરાતમાંથી ચોમાસું વિદાય લીધા બાદ પણ જામનગરની સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળે છે. જે પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેનાથી સ્થાનિક રોગચાળાના ભરડામાં છે.