ETV Bharat / state

Jamnagar Tiranga Rally : શાનદાર તિરંગા રેલીમાં જોડાયાં આર્મી, નેવી અને પોલીસના જવાનો, દેશભક્તિનો રંગ જામ્યો - રીવાબા જાડેજા

જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વ 2023નો રંગ જામ્યો છે. જામનગર ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત અગ્રણી મહાનુભાવો અને નાગરિકોના ઉત્સાહ વચ્ચે ભવ્ય તિરંગા રેલીએ જામનગરના માર્ગો પર દેશભક્તિના નારા સાથે ભ્રમણ કર્યું હતું. આ રેલીમાં આર્મી નેવી અને પોલીસના જવાનો પણ તિરંગાની શાન વધારતાં જોવા મળ્યાં હતાં.

Jamnagar Tiranga Rally : શાનદાર તિરંગા રેલીમાં જોડાયાં આર્મી, નેવી અને પોલીસના જવાનો, દેશભક્તિનો રંગ જામ્યો

author img

By

Published : Aug 14, 2023, 5:38 PM IST

તિરંગાની શાન

જામનગર : સ્વાતંત્ર્ય પર્વ 2023ની ભવ્ય ઉજવણીના આયોજનરુપે જામનગર શહેરમાં આજરોજ સવારે 9:00 વાગ્યે લાખોટા તળાવના ગેટ નંબર એક પાસેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત મોટી સંખ્યામાં વિવિધ મહાનુભાવો જોડાયા હતાં. સાથે સાથે શાનદાર તિરંગા રેલીમાં આર્મી, નેવી અને પોલીસના જવાનો જોડાતાં દેશભક્તિનો રંગ ખૂબ જામ્યો હતો.

રાજમાર્ગો પર તિરંગો : શહેરીજનોમાં સ્વાતંત્ર્ય પર્વ 2023નો રંગ જોવા મળ્યો હતો. આ સાથે તિરંગા યાત્રામાં સ્કૂલ કોલેજના બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં અને શિસ્તબ્ધ રીતે સમગ્ર તિરંગા યાત્રાનું શહેરના વિવિધ રાજમાર્ગો પર તિરંગો લહેરાવવા સાથે ભ્રમણ કરાવવામાં આવ્યું હતું.

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં તિરંગા યાત્રાને જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા કમિશનર ડી એન મોદી સહિતના મહાનુભાવો નજરે પડ્યાં હતાં.

વાલસુરાના જવાનો આકર્ષણનું કેન્દ્ર : આ તિરંગા યાત્રામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો, આઈએનએસ નેવી વાલસુરા , જામનગર ફાયર એકેડેમી આર્મીના જવાનો હોમગાર્ડ પોલીસ વિભાગ તેમજ જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળા પ્રમાણમાં નગરજનો જોડાયા હતાં.

અન્ય કોણ ઉપસ્થિત રહ્યાં : તિરંગા યાત્રામાં ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની, શહેર કલેક્ટર બીજલ શાહ , એસપી પ્રેમસુખ ડેલુ, ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા , મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા વિજયસિંહ જેઠવા મેરામણભાઇ ભાટું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનકરા ચીફ ફાયર ઓફિસર કે.કે બીશ્નોઈ ઇડીપી મેનેજર મુકેશભાઈ વરણવા સહિતના જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ કોર્પોરેટરો દ્વારા તિરંગા યાત્રાને લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

  1. Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું કરાયું આયોજન
  2. Tarsadi Tiranga Rally : તરસાડી નગરપાલિકા દ્વારા ધામધૂમથી યોજાઇ તિરંગા રેલી, ગણપત વસાવાએ ખુલ્લું મૂક્યું તિરંગા સર્કલ
  3. Independence Day 2023: જામનગરનું ધ્રોલ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું, જાણો ક્યાંથી મેળવી શકાશે વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.