જામનગરઃ જામનગરના તમાચણ ગામમાં બાળકી બોરવેલમાં ગરકાવ થયેલબાળકીને NDRF ની મદદથી બહાર કાઢવામાં આવી છે. રોશની નામની ખેત મજૂર પરિવારની 3 વર્ષીય બાળકી મૃત હાલતમાં બોરવેલમાંથી બહાર કઢાઈ છે. આખરે 21 કલાક જહેમત બાદ તંત્રને બાળકી જીવિત કાઢવામાં સફળતા ન મળી. બાળકીને રવિવારે વહેલી સવારે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી છે.
આખી રાત ઑપરેશનઃ બોરવેલમાં શનિવારે રાત્રે 9.30 કલાકે શ્રમિક પરિવારની 3 વર્ષની દીકરી રોશની બોરવેલમાં ખાબકી હતી. એને બચાવવા માટે અનેક ટીમોની મદદ લેવામાં આવી હતી. છતાં પણ આ રોશનીનો મૃતદેહ બહાર આવ્યો હતો. સૌપ્રથમ 108 અને ફાઈટિંગ દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છતાં પણ દીકરીને બચાવવામાં કોઈ સફળતા પ્રાપ્ત થઈ ન હતી. આખરે ઇન્ડિયન આર્મીને પણ બોલાવવામાં આવી હતી.
NDRFની ટીમે કરી કામગીરીઃ અંતે વડોદરા થી NDRF ની ટીમ આવી પહોંચી હતી અને NDRFની ટીમે બાળકીના મૃતદેહને બહાર નીકળ્યો છે. બાળકીના મૃતદેહને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પીએમ માટે લવાયો છે. અહીં પીએમની કામગીરી પૂર્ણ થયા બાદ તેના પરિવારને બાળકીનો મૃતદેહ સોંપવામાં આવશે. ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તથા 21 કલાક સુધી આ બાળકીને બચાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
રોબોટની મદદ લેવાઈઃ આ ખાસ કરીને આધુનિક રોબોટની પણ મદદ લેવામાં આવી હતી છતાં પણ બાળકી રોશની નો દીપક બોરવેલ માં જ ભુજાઈ ગયો છે. તમાચણ ગામે ગોવિદભાઈ ટપૂભાઈની વાડી શનિવારે વાડીએ કામ કરવા માટે મધ્ય પ્રદેશના દેવપુરા ગામના લાલુ ભાઈ પરિવાર સાથે આવ્યા હતા. માતા રામ બાઈની દીકરી રોશની એકાએક બોરવેલમાં પડી જતા માતાના જીવ તાળવે ચોટયો હતો.
JCBની મદદ લેવાઈઃ બાળકી 25 ફૂટ ઊંડે ફસાઈ છે જેને બચાવવા માટે જેસીબી ની મદદ લેવાઈ હતી અને બોર વેલની બાજુમાં જેસીબીથી ખાડો ખોદવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા ની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એને બચાવવા માટે તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. છતાં રોશનીનું મોત નીપજ્યું છે.