- જામનગરના ગેલેરિયા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
- મોતનું કારણ અકબંધ
- જામનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી
જામનગર : શહેરના પટેલ કોલોની શેરી નંબર 2માં આવેલા ગેલેરિયા કોમ્પલેક્ષમાંથી શનિવારની સવારના સમયે એક મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ સ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં મૃતદેહ 15થી 17 વર્ષના તરૂણનો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહ નજીકના સ્થળ પરથી તરૂણની કોઇ ઓળખ મળી ન હોવાથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે આ કોમ્પલેક્ષમાંના લોકોને મૃતક અંગે કોઇ જાણકારી હોય તો તે અંગેની પૂછપરછ હાથ ધરી હતી.
આ પણ વાંચો - જામનગરના લાખોટા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
તરૂણએ આત્મહત્યા કરી છે કે અકસ્માતે મોત થયું છે?
કોમ્પલેક્ષના CCTV ફૂટેજ મેળવવા તેમજ તેના આધારે મૃતકની કોઇ ઓળખ મળે છે કે કેમ? પોલીસ દ્વારા તરૂણએ આત્મહત્યા કરી છે કે અકસ્માતે મોત થયું છે? કે હત્યા કરવામાં આવી છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અજાણ્યો યુવક કોણ છે? તેની હજૂ સુધી પોલીસને ભાળ મળી નથી. પરપ્રાંતિય મજૂર હોવાનું પ્રાથમિક તારણ છે, પણ આ 17 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે, કે આત્મહત્યા હજૂ અકબંધ છે.
![જામનગર ક્રાઇમ ન્યૂઝ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11685263_final.jpg)
આ પણ વાંચો - જામનગર: બેડ દરિયા કિનારેથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો