ETV Bharat / state

જામનગર : સચાણા શિપયાર્ડ 8 વર્ષ બાદ ધમધમતું થશે, 25 હજાર લોકોને મળશે રોજગારી - જામનગર

જામનગર જિલ્લામાં આવેલું સચાણા શિપયાર્ડ છેલ્લા આઠ વર્ષથી બંધ હાલતમાં હતું. મરીન નેશનલ પાર્ક અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સમગ્ર કેસ ગુજરાત હાઇકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતું અને હાઇકોર્ટમાં 8 વર્ષ સુધી આ કેસ ચાલ્યો હતો. આખરે સચાણા શિપયાર્ડને રાજ્ય સરકારે ફરીથી શરુ કરવા માટેની મંજૂરી આપી છે. જે કારણે સચાણા શિપયાર્ડ 25,000 લોકોને રોજગારી મળશે.

Sachana Shipyard
Sachana Shipyard
author img

By

Published : Dec 18, 2020, 7:42 PM IST

  • એક-બે મહિના બાદ સચાણા શિપયાર્ડ ફરી ધમધમતું થશે
  • પ્લોટ નંબર 16માં લેવલિંગની કામગીરી શરૂ
  • અંદાજીત 25 હજાર લોકોને મળશે રોજગારી
    Sachana Shipyard
    પ્લોટ નંબર 16માં લેવલિંગની કામગીરી શરૂ

જામનગર : શહેરથી 30 કિલોમીટર દૂર આવેલું સચાણા શિપયાર્ડ ફરીથી ધમધમતું થયું છે. સચાણા શિપયાર્ડ ગત 8 વર્ષથી બંધ હાલતમાં હતું. મરીન નેશનલ પાર્ક અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સમગ્ર કેસ હાઇકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જે બાદ હાઇકોર્ટમાં 8 વર્ષ સુધી આ કેસ ચાલ્યો હતો. આખરે સચાણા શિપયાર્ડને રાજ્ય સરકારે ફરીથી શરુ કરવા માટેની મંજૂરી આપી છે. જે કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, સચાણા શિપયાર્ડ શરુ થતા આશરે 25,000 લોકોને રોજગારી મળશે.

સચાણા શિપયાર્ડ 8 વર્ષ બાદ ધમધમતું થશે

સચાણા શિપયાર્ડમાં નાના અને મધ્યમ કદના વહાણોનું ભંગાણ થશે

સચાણા શિપયાર્ડમાં નાના અને મધ્યમ કદના જહાજો ભંગાવવા માટે આવશે. જેનાથી સ્થાનિકોને રોજગારી મળી રહેશે. સચાણા શિપયાર્ડમાં કુલ 18 પ્લોટની મંજૂરી આપવામાં આવી છે. જેમાં મોટાભાગના પ્લોટ્સમાં હાલ સાફ-સફાઈ તેમજ લેવલિંગની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

Sachana Shipyard
સચાણા શિપયાર્ડમાં કુલ 18 પ્લોટની મંજૂરી આપવામાં આવી

સ્થાનિકોને મળશે રોજગારી

સચાણા ગામમાં અંદાજિત 10 હજારની વસ્તી છે. જેમાંના મોટા ભાગના માછીમારો છે અને તેમને પોતાનું ગુજરાન માછીમારી કરીને જ ચલાવે છે. સચાણા શિપયાર્ડમાં હાલ 16 નંબરના પ્લોટમાં લેવલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે એક બે મહિનામાં સચાણા શિપયાર્ડ ફરીથી ધમધમતું થશે.

Sachana Shipyard
એક-બે મહિના બાદ સચાણા શિપયાર્ડ ફરી ધમધમતું થશે

સચાણા શિપયાર્ડને ફરી ધમધમતું કરવામાં સાંસદ પૂનમ માડમનો સિંહફાળો

સચાણા શિપયાર્ડને ફરી ધમધમતું કરવામાં સાંસદ પૂનમ માડમનો સિંહફાળો રહેલો છે. આ સાથે ધારાસભ્ય રાઘવજી પટેલે પણ ખૂબ મહેનત કરી છે. આ તકે ગ્રામજનો સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રાઘવજી પટેલની કામગીરીના વખાણ કરી રહ્યા છે. સાંસદ પૂનમ માડમે લોકસભામાં પણ સચાણા શિપયાર્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, રાજ્ય સરકારે સચાણા શિપયાર્ડની ફરીથી શરુ કરવાનો નિર્ણય કરતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.