ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ થતાં જ તમામ EVMને સીલ કરવામાં આવ્યા હતા. તમામ EVMને વાહનોમાં ઓસવાડ સેન્ટર, ડિકેવી કોલેજ, એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જામનગર બેઠક માટે 28 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ થયા છે. ધારાસભાની ચૂંટણીમાં ૧૫ જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. આ તમામ ઉમેદવારોના ભાવિ કુલ 2263 જેટલા EVMમાં સીલ થયા છે.