જામનગર : જામનગરમાં પેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. જોકે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અનુસંધાને આજરોજ વરસાદ છે. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે પ્રદર્શન ગ્રાઉન્ડમાં 25,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવે છે. જોકે આજરોજ વરસાદ ખાબકતા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
ઉજવણી કાર્યક્રમ સ્થળોની હાલત : અન્ય જગ્યાની વાત કરવામાં આવે તો સત્ય સાહેબ સ્કૂલમાં શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવશે. અહીં પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા ગુજરાત સ્થાપના દિવસની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તો કે વરસાદ ક્યાંક ને ક્યાંક વિઘ્નરૂપ બને તેવી શક્યતા છે.
આ પણ વાંચો Gujarat Weather: સાબરકાંઠામાં ભર ઉનાળામાં ત્રીજા દિવસે કમોસમી વરસાદી માહોલ
એલઇડી સ્ક્રીનમાં પણ નુકસાન : પ્રદર્શન ગ્રાઉન્ડ તેમજ સાત રસ્તાથી લાલ બંગલા સુધી એલઇડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે. વરસાદ પડવાના કારણે આ એલઇડી સ્ક્રીનમાં પણ નુકસાન થયું હોવાનું વિગતો બહાર આવી છે. ખુલ્લા પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલો તમામ સામાન પલળી ગયો છે અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો : જામનગરમાં વરસાદી માહોલ સર્જાયા બાદ એકાએક છાટાં પડવા શરૂ થયાં હતાં અને જોતજોતામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે પણ જામનગર જિલ્લાના કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો, તો આજરોજ જામનગર શહેરમાં મેઘરાજા એન્ટ્રી કરી છે. જામનગર શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ હતું. કાળા ડિબાગ વાદળો છવાયા અને બાદમાં એકાએક વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તેને લઈ આજે જામનગરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો Gujarat Weather: છત્રીઓને કાઢી લો! ગુજરાત સહીત દેશભરમાં વરસાદની આગાહી, તમારા પ્રદેશ માટે અહીં જાણો
રંગમાં ભંગ કરે તેવી શક્યતા : હાલમાં જામનગર પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.. કારણ કે પહેલી મેના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય જામનગર આવવાના છે. અહીં વિવિધ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જોકે સતત વરસી રહેલો વરસાદ 1 મેના કાર્યક્રમમાં રંગમાં ભંગ કરે તેવી શક્યતા છે