ETV Bharat / state

Jamnagar News : ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં પડી, સેનાના જવાનોની મદદ સાથે બચાવ કાર્ય પૂરજોશમાં - શ્રમિક પરિવારની બાળકી બોરવેલમાં

જામનગરમાં તમાચણ ગામમાં બાળકી રમતાં રમતાં બોરવેલમાં ગરક થવાની ઘટના બની છે. સરપંચે ઘટનાની જાણ કરતાં જિલ્લા તંત્ર દ્વારા બાળકીને બોરવેલમાંથી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાળકી બોરવેલની અંદર શ્વાસ લઇ શકે તે માટે ઓક્સિજન ઊતારવા સહિતની કામગીરી ચાલી રહી છે. સેનાના જવાનો પણ મદદે આવી પહોંચ્યાં છે.

Jamnagar News : ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં પડી, બચાવ કાર્ય શરૂ

author img

By

Published : Jun 3, 2023, 2:04 PM IST

Updated : Jun 3, 2023, 7:30 PM IST

બાળકીને બોરવેલમાંથી કાઢવાની કામગીરીમાં સેનાની મદદ

જામનગર : જામનગરના તમાચણ ગામમાં ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં ખાબકી રમતાં રમતાં બોરમાં પડી ગઇ હોવાના સમાચાર સામે આવ્યાં છે. બાળકીને બચાવવા મેગા બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળ્યા મુજબ વાડીમાં રહી મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની બાળકી રમતાં રમતાં ઊંડા બોલવેલમાં પડી ગઇ છે. બાળકી આશરે 40 ફૂટના લેવલ પર ફસાઇ હોવાનું જાણવા મળે છે.ફાયર ટીમ સહિત સેનાના જવાનોને પણ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવાની કામગીરીમાં મદદે બોલાવાયાં છે.

બચાવકાર્ય શરુ : તમાચણ ગામમાં બોરવેલમાં ફસાયેલી ત્રણ વર્ષની બાળકીને બચાવવા માટે તંત્ર દ્વારા મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાને લઇને મોટી સંખ્યામાં ગ્રામજનો વાડીની જગ્યાએ ઉમટયા છે. તો બાળકીના બચાવકાર્યને લઇને જામનગર 108 તેમજ કાલાવડની ટીમની મદદ લેવામાં આવી રહી છે.

તમાચણ ગામમાં હાલ જુદી જુદી ટીમો દ્વારા મેગા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. બાળકી રમતા રમતા બોરમાં ખાબકી છે. ત્રણ વર્ષની બાળકી છે અને બોરવેલમાં પડી ગઈ છે. જેને બચાવવા માટે જુદી જુદી ટીમો બોલાવી છે અને હાલ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તમાચણ ગામના સરપંચ

ખેતીકામ કરતો શ્રમિક પરિવાર : ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ બનતી હોય છે, તેવી જ ઘટના કાલાવડ તાલુકાના તમાચણ ગામમાં બની છે. આ શ્રમિક પરિવાર છે અને વાડીમાં રહીને ખેતીકામ વગેરે કરે છે. જેમની ત્રણ વર્ષની બાળકી બોરવેલમાં પડી જતાં માતાના રડી રડીને બૂરા હાલ થયેલાં જોવા મળી રહ્યાં છે.

બાળકીને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સેનાની પણ મદદ લેવામાં આવી છે અને યુદ્ધના ધોરણે તેનાએ બચાવ કામગીરી શરૂ કરી છે. જોકે ફાયર ટીમ દ્વારા પણ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જેસીબીની મદદથી બોરની બાજુમાં ઊંડો ખાડો પણ કરવામાં આવ્યો છે. જો કે હવે બચાવની તમામ કામગીરી સેનાએ સંભાળી લીધી છે...પરીક્ષિત પરમાર (ગ્રામ્ય મામલતદાર )

મધ્યપ્રદેશનો પરિવાર :જામનગર જિલ્લાના જામવંથલીના તમાચણ ગામે ગોવિદભાઈ ટપુભાઈની વાડીએ મજૂરી કામ માટે ગઈ 22 તારીખે જ આ શ્રમિક પરિવાર આવ્યો હતો. મધ્ય પ્રદેશના દેવપુરા ગામના લાલુભાઈ પરિવાર સાથે રોજગાર માટે વાડીમાં ખેતીકામ માટે આવ્યા હતા. આ ઘટના ગઇકાલે સાંજે બની છે ત્યારથી લઇને બાળકીની માતાના હાલબેહાલ છે. બાળકીની માતા રામબાઈના દીકરી રોશની એકાએક બોરવેલમાં પડી જતાં આંખોના અશ્રુ અટકતા નથી.

માતાના હાલ બેહાલ, તંત્રની કામગીરી જારી
માતાના હાલ બેહાલ, તંત્રની કામગીરી જારી

બચાવ કાર્યમાં જિલ્લા તંત્ર : ઉલ્લેખનીય છે કે બાળકી 40 ફૂટ ઊંડે ફસાઈ છે જેને બચાવવા માટે જેસીબીની મદદ લેવાઈ છે અને બોર વેલની બાજુમાં જેસીબીથી ખાડો ખોદવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકીને બચાવવા માટે તમામ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

સેનાના જવાનો હાલ બાળકીને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે અને બાળકને ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજનની પણ વ્યવસ્થા બોરવેલમાં કરવામાં આવી છે. માથુર સાહેબ (કમાન્ડિંગ ઓફિસર )

સેનાના જવાનોને મદદે બોલાવાયા જામનગર વિભાગની ફાયર ટીમ અને કાલાવડની ફાયર ટીમના મેગા રેસ્ક્યૂ ઓપરેશન સહિત સેનાના જવાનોને પણ મદદે બોલાવવામાં આવ્યાં છે. સેનાના જવાનો તમામ સાધનોથી સજ્જ થઈ અને આ બાળકીને બચાવવા માટે ઓપરેશનમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સેના પાસે આધુનિક સાધનો હોય છે અને ઊંડા બોરવેલમાં બાળકીની મૂવમેન્ટ તેમજ બાળકીને ઓક્સિજન પૂરું પાડવું વગેરે કામગીરી સેના સારી રીતે કરી શકે છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેનાની મદદ લેવામાં આવી છે. હાલમાં બાળકીની સ્થિતિ શું છે તે જાણવા અંગે કેમેરા પણ બોરવેલમાં ઉતારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બોરવેલની અંદર બાળકીને ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન ઉતારવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

  1. 12 વર્ષનો છોકરો બોરવેલમાં ખાબક્યો, 24 કલાક બાદ પણ પ્રતિસાદ ન મળતા હવે રોબોટિક્સની લેવાશે મદદ
  2. નવસારીઃ સરકારી બોરવેલમાં પડી જતા 6 વર્ષના બાળકનું મોત, તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ
  3. જોધપુર: પાંચ વર્ષનો બાળક 300 ફૂટ ઉંડા બોરવેલમાં પડી જતા મોત

Last Updated : Jun 3, 2023, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.